ઘણીવાર સાસરિયા વિશ્વાસઘાત કરતાં હોય છે. હાલમાં જ એક મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પહેલાં તેના લગ્ન માનસિક રીતે નબળાં યુવક સાથે કરવામાં આવ્યા. જ્યારે રહસ્ય ખુલ્યું ત્યારે મહિલાએ વિરોધ કર્યો તો સસરાએ વહુને બેભાન કરતી દવા પીવડાવી દીધી. પછી દિયર રૂમમાં ગયો અને ભાભી સાથે સેક્સ માણ્યું હતું. સવારે હોશ આવ્યા ને મહિલાને આની જાણ થઈ તો તેણે આ વાત સસરાને કહી હતી કે તેની સાથે ખોટું થયું છે. તો નફ્ફટ સસરાએ એવો જવાબ આપ્યો કે તે દિયર સાથે લગ્ન કરાવી આપશે.

આ ઘટના બિહારના જમુઈની છે. પીડિત મહિલાના જણાવ્યા પ્રમાણે, સસરાએ તેને કહ્યું હતું કે તે તેના બીજા લગ્ન કરાવી આપશે. તેને કોઈ તકલીફ પડવા દેશે નહીં. તે આ જ આશ્વસાનને કારણે સાસરે રહી હતી. પીડિતા સાથે દિયર સતત ફિઝિકલ રિલેશન માણતો હતો. જોકે, લગ્નની વાત હંમેશાં ટાળી દેવામાં આવતી. જ્યારે મહિલાએ આનો વિરોધ કર્યો તો આખો પરિવાર તેની વિરુદ્ધમાં થઈ ગયો હતો. આટલું જ નહીં હવે દિયર જબરજસ્તી રિલેશન બાંધો હતો. મહિલાએ હાલમાં જ આ અંગે પોલીસ ફરિયાદ કરી હતી.

છ વર્ષ પહેલાં લગ્ન થયા હતાઃ મહિલાના લગ્ન 2017માં યાકુબ અંસારીના પુત્ર યુસુફ સાથે થયા હતા. લગ્ન બાદ મહિલાને જાણ થઈ કે તેનો પતિ માનસિક બીમાર છે. તે આ વાત જાણીને દુઃખી રહેવા લાગી હતી. તેણે પિયર ને સાસરે આ અંગે વાત કરી હતી. જોકે, પછી તેને ખ્યાલ આવ્યો કે જાણી જોઈને તેના લગ્ન આવા યુવક સાથે કરાવવામાં આવ્યા છે. સાસરે તેને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તેઓ જરૂરથી કોઈ રસ્તો કાઢશે.

દવા આપવાના બહાને બેભાન કરીઃ પીડિતાના મતે તે પતિની વાત જાણીને ટેન્શનમાં રહેતી હતી. એક રાત્રે તેને માથું દુખાતું હતું. તેણે સસરાને માથું દુખતું હોવાની વાત કહી હતી. ત્યારબાદ તેના સસરાએ દિયર નૌશને માથાની દવા લાવવાનું કહ્યું હતું. દવા લીધા બાદ તે બેભાન થઈ ગઈ હતી. જ્યારે તેને હોશ આવ્યા ત્યારે તે દિયર સાથે પથારીમાં પડી હતી.

પીડિતાએ વધુમાં કહ્યું હતું કે સસરા સહિત અન્ય લોકોએ તેને ચિંતા ના કરવાની સલાહ આપી હતી. થોડાં દિવસ પછી દિયર સાથે લગ્ન કરાવવાની વાત કરી હતી. તે પણ તેમની વાતોમાં આવી ગઈ અને તેમના કહ્યાં પ્રમાણે રહેવા લાગી. 2020થી તેનું યૌન શોષણ થાય છે. જોકે, તેના લગ્ન કરાવવામાં ના આવ્યા.

પંચાયતનો નિર્ણય પણ ના માન્યોઃ પીડિતાએ આગળ કહ્યું હતું કે તેણે ગામવાસીઓને આ અંગે માહિતગાર કર્યા હતા. તેઓ તેને પંચાયત પાસે લઈ ગયા હતા. પંચાયતે તેના પક્ષમાં નિર્ણય આપ્યો હતો, પરંતુ સાસરિયા તે નિર્ણય માનવા તૈયાર નથી. અંતે તેણે કાયદાની શરણમાં જવાનું નક્કી કર્યું અને પોલીસ ફરિયાદ કરી.

You cannot copy content of this page