Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
આ કપલ ફર્નિચરથી શીખવે છે પ્રેમ કરવાની કળા, સેક્સ પોઝિશન્સ સપોર્ટ કરે તેવું ફર્નિચર વેચે છે - DEAR GUJARAT

કોઈએ સપનાંમાં પણ નહિ વિચાર્યું હોય કે એક ફર્નિચર પ્રેમ કરવાની કળા શીખવી શકે છે, પરંતુ ગૌરવ અને અનામિકાએ આ કામ કરી બતાવ્યું. આ કપલ્સ ‘કામસૂત્ર’માં આપેલી 250 પોઝિશન્સમાંથી 100 પોઝિશન્સ માટે ‘લવરોલર્સ’ ફર્નિચર બનાવે છે. ‘લવરોલર્સ’ પ્લેટફોર્મ પર કામસૂત્ર લવ પોઝિશન્સ માટે ફર્નિચર મળે છે. લવરોલર્સ સાથે કામસૂત્રની 100 પોઝિશન્સ એન્જોય કરી શકાય છે. આ ફર્નિચર કપલ્સનો પ્રેમ ગાઢ કરે છે. આ સિવાય તે મહિલાઓને મેન્સ્ટ્ર્યુઅલ ક્રેમ્પ્સમાં આરામ આપે છે.

ગૌરવે IIT દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. એન્જિનિયરિંગ બાદ તેણે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે 2 વર્ષ કામ કર્યું. આ દરમિયાન તેને ‘લવરોલર્સ’નો વિચાર આવ્યો. ગૌરવની કોલેજ પૂરી થઈ તે સમયે ટેક્નોલોજીને કારણે સંબંધો વિખેરાઈ રહ્યા હતા. ગૌરવના જણાવ્યા પ્રમાણે ટેક્નોલોજીને કારણે ડિવોર્સના કેસ વધી રહ્યા હતા. તે એવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવા માગતો હતો કે તેના ઉપયોગથી કપલ્સ વચ્ચે પ્રેમ વધુ ગાઢ બને.

લવરોલર્સનો વિચાર સૌ પ્રથમ પત્નીને કહ્યો
ગૌરવે આ આઈડિયા કોઈને પણ શેર કર્યો નહોતો. તેણે માત્ર તેની પત્ની અનામિકા સાથે તેનો બિઝનેસ આઈડિયા શેર કર્યો હતો. ગૌરવે નોકરી છોડી આ બિઝનેસ પર કામ કરવાનું શરૂ કર્યું. તે આખો દિવસ ફર્નિચર બનાવતો હતો. માતાના સવાલ પર ગૌરવ જવાબ આપતો કે તે ફર્નિચર બનાવે છે અને તેને ઓનલાઈન વેચશે. ગૌરવની માતાને અનામિકાએ આ ફર્નિચરની માહિતી આપી. ગૌરવની માતા ભણેલી છે તેઓ કેનેરા બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેથી કપલ્સને આ બિઝનેસ આઈડિયા શેર કરતા અને તેનો કોન્સેપ્ટ સમજવાત જરાય મુશ્કેલી ન થઈ.

કપલ્સે પહેલાં જાતે લવમેકિંગ સોફાનું ટેસ્ટિંગ કર્યું
ગૌરવનો ‘લવરોલર્સ’ સોફા ભારત સહિત વિદેશોમાં પણ પ્રખ્યાત છે. ગૌરવે ‘લવરોલર્સ’ તૈયાર કર્યા બાદ તેનું ટેસ્ટિંગ પોતાના પર કર્યું. ગૌરવની કંપની કપલ્સની હાઈટ પ્રમાણે કસ્ટમાઈઝ ‘લવરોલર્સ’ બનાવી આપે છે. પ્રેમની નિશાની તાજમહેલના શહેર આગરામાં જ ગૌરવ અને અનામિકાનો જન્મ થયો અને તેમની પ્રેમકહાની પણ અહીં જ શરૂ થઈ. અનામિકા ગૌરવની પાડોશી હતી.

ગૌરવ અને અનામિકાની લવસ્ટોરી
એક દિવસ ગૌરવ કોલેજની રજામાં ઘરે આવ્યો હતો અને અનામિકા સાંજે તેના ઘરની બહાર ઊભી હતી. બંનેની નજર મળી અને બંનેને લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો. અનામિકાના ઘરે નાનાં બાળકો હતા. તેમને રમાડવાના બહાને ગૌરવ દરરોજ અનામિકના ઘરે જતો. 2009માં મોબાઈલનું ચલણ નહોતું. કમ્પ્યુટર પર ચેટ કરવા માટે ગૌરવ સાયબર કાફે જતો હતો. બંનેએ ઘરવાળાની મરજી વિરુદ્ધ આર્ય સમાજ મંદિરમાં 2017માં લગ્ન કર્યા. અનામિકાના ઘરે બંનેના લગ્નની વાત જાણવા મળતા તેના પરિવારે તેનો તિરસ્કાર કર્યો તો તે ગૌરવના ઘરે કાયમી રહેવા આવી ગઈ. હાલ બંને પરિવાર રાજી ખુશી રહે છે. ગૌરવને એક દીકરી પણ છે.

પતિ ઘણો સપોર્ટિવ
અનામિકા આગરાની તિબાહ પ્રાથમિક શાળામાં શિક્ષિકા છે. તે જણાવે છે કે ગૌરવ ઘણો સપોર્ટિવ છે. તે ઘરના કામમાં પણ મદદ કરે છે. બંને વચ્ચે ઘણું અન્ડરસ્ટેન્ડિંગ છે. અનામિકા સ્કૂલે જાય ત્યારે ગૌરવ તેની 9 મહિનાની બાળકીની કાળજી રાખે છે. ગૌરવ ઘરે ન હોય તો લવરોલર્સનો બિઝનેસ અનામિકા સંભાળી લે છે.

સેક્સ વિશે જાણવાની દરેકને ઈચ્છા
ગૌરવ જણાવે છે કે આખી દુનિયા સેક્સ વિશે જાણવા ઈચ્છે છે અને તેને એન્જોય કરવા માગે છે, પરંતુ ભારતમાં આ વિષયને તુચ્છ ગણવામાં આવે છે. ‘લવરોલર્સ’ કામસૂત્રની 100 પોઝિશન્સ સપોર્ટ કરે છે. હવે દરેક કપલ ઈચ્છે છે કે તેમની પાસે લવરોલર્સનું ફર્નિચર હોય. ગૌરવ માને છે કે લવરોલર્સ મેરેજને ‘હેપ્પી મેરિડ લાઈફ’માં પરિવર્તિત કરી શકે છે.

You cannot copy content of this page