Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
જાણીતી એક્ટ્રેસ જંગલ, નદી-પર્વતની વચ્ચે, જીવન અને મોત સાથે 55 કલાક સુધી ઝઝૂમતી રહી - DEAR GUJARAT

અમેરિકન એક્ટ્રેસ અને પોલિટિકલ એક્ટિવિસ્ટ એશ્લે જૂડે હાલમાં જ તેમના સોશિયલ મીડિયા પર જિંદગી અને મોત સામે ઝઝૂમવાની વાત શેર કરી હતી. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેટલાક ફોટો શેર કરી કહ્યું છે કે આફ્રિકાના કોંગોમાં રહેતા લોકોએ જબરદસ્ત ઇચ્છાશક્તિ બતાવી તેમનો જીવ બચાવ્યો છે. એશ્લેએ એક લાંબી પોસ્ટમાં 55 કલાક સુધી ચાલેલા સંઘર્ષને વ્યક્ત કર્યો છે. જેમાં જંગલ વચ્ચેથી પસાર થતા ટ્રેક દરમિયાન થયેલી મુશ્કેલીની વાત પણ સામેલ છે. એશ્લેને ઇજાગ્રસ્ત હાલતમાં દક્ષિણ આફ્રિકાના એક ICUમાં દાખલ કરવામાં આવી હતી.

52 વર્ષની એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, તેમનો પગ ખરાબ રીતે ઝખમી થઈ ગયો હતો અને હાડકું પણ તૂટી ગયું હતું. તેમણે પોતાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘કોન્ગોના ભાઇઓ અને બહેનો વગર આ ઘણું સંભવ હતું. જો તેઓ ના હોત તો મારું મોત ઇન્ટર્નલ બ્લીડિંગને લીધે થઈ ગયું હોત અથવા હું મારો પગ ગુમાવી ચુકી હોત. આજે કોન્ગોના લોકોની મદદ વિશે વિચારી હું ખૂબ જ ઈમોશનલ છું. મારી 55 કલાકની યાત્રામાં મારી લાઈફ બચાવવામાં તેમનું યોગદાન છે.’

એશ્લેએ કહ્યું કે, ‘આ એક્સિડન્ટના 55 કલાક પછી તેમના માટે ખૂબ જ પડકારજનક અને દુખદાયક સમય હતો. 5 કલાક પૂરા થયા પછી એક વ્યક્તિએ આવી તેમના હાડકાં અને રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લીધે એશ્લે શૉકમાં જતી રહેતી હતી અને દુખાવાને લીધે બેભાન થઈ જતી હતી.’

આ પછી તેમને આગામી અડધો કલાક સુધી હૈમૉરમાં સૂઈ પસાર કર્યા અને તેમણે કોન્ગોના લોકોએ ઉઠાડી હતી. તે આ કામ ખુલ્લા પગે કરી રહી હતી અને આ દરમિયાન તે નદી અને પહાડો પાર કરી કેમ્પ સુધી પહોંચી હતી. આ પછી મૈરાડૉના અને દિદિયેર નામના બે લોકો તેમને બાઇક પર લઈ ગયાં હતાં.

આ 6 કલાકની યાત્રા દરમિયાન તે બેભાન થઈ રહી હતી તો મૈરાડૉનાએ તેમને ઉઠાડી દેતા હતા અને તેમને ઘણી સાવચેતીથી તેમના પગ પર ઉઠાવ્યા હતાં. એક ધૂળવાળા રોડ પર 6 કલાક સુધી તે બાઇક પર હતી. આ પછી શહેરમાં સાંજ પસાર કરી તે બીજા દિવસે કિન્સ્હાસાની રાજધાનીમાં 24 કલાક રોકાઈ અને અંતે દક્ષિણ આફ્રિકા પહોંચી હતી.

તેમણે કહ્યું કે, ‘કોન્ગોથી દક્ષિણ આફ્રિકાના આઇસીયુ ટ્રોમા યૂનિટ સુધી પહોંચવાની સફર અવિશ્વસનીય રહી છે. મારા અને કોન્ગોના લોકો વચ્ચે એક અંતર તે હતું કે, મારી પાસે આવી મુશ્કેલી અને એક્સિડન્ટ માટે ઇન્શ્યોરન્સ હતો પણ, કોન્ગોના લોકો પાસે આવી કોઈ સુવિધા નહોતી.’ એક્ટ્રસે કહ્યું કે, ’કોન્ગોના લોકો પાસે પેઇન કિલરની દવા જેવી પણ મેડિકલ સુવિધા ઉપલબ્ધ નહોતી.’

You cannot copy content of this page