Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ખોડલધામમાં માતાજીની મૂર્તિમાં આ રીતે થયો હતો પ્રાણસંચાર, આ રહ્યો પુરાવો - DEAR GUJARAT

સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનની વાત આવે ત્યારે બે મંદિરનાં નામ લેવાતાં- સોમનાથ અને દ્વારકા. હવે મોટાં મંદિરોમાં ત્રીજા ધામનું પણ નામ લેવાય છે. સૌરાષ્ટ્રનું આ ત્રીજું મોટું તીર્થક્ષેત્ર છેલ્લાં પાંચ વર્ષમાં ઊભર્યું છે. આ તીર્થધામ રાજકોટથી 65 કિલોમીટર દૂર જલારામ બાપાના ગામ વીરપુરથી માત્ર 11 કિલોમીટર દૂર કાગવડ ગામ પાસે છે. એ છે ખોડલધામ. અહીં બિરાજમાન છે મા ખોડલ. આ ખોડલધામ મંદિર ગુજરાતના 85 લાખ લેઉવા પટેલની આત્મગૌરવનું પ્રતીક છે.

ખોડલધામ મંદિરનું નિર્માણ મંદિરના વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે. આજે 21 જાન્યુઆરી 2022ના દિવસે ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને પાંચ વર્ષ પૂરાં થયા છે. આજથી બરોબર પાંચ વર્ષ પહેલાં એટલે કે 21 જાન્યુઆરી 2017ના દિવસે જ્યારે ખોડિયાર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે એક ચમત્કારિક ઘટના બની હતી. આ ઘટનાએ સાબિત કર્યું હતું કે ખોડલધામમાં ખોડિયાર માતાજી હાજરાહજૂર છે.

પ્રાણપ્રતિષ્ઠાના દિવસે શું બન્યું હતું?
21 જાન્યુઆરી 2017ના દિવસે ખોડિયાર માતાજી સહિત 21 દેવી-દેવતાની ર્મૂતિઓની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સંપન્ન થઈ હતી. માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રતીતિ માટે એક ખાસ વિધિ કરવામાં આવે છે. જે મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરનાર શાસ્ત્રી કૌશિકભાઈએ મા ખોડલના મુખ સામે અરીસો રાખ્યો હતો. ત્યારબાદ અરીસાને મંદિરના મુખ્ય યજમાન નરેશ પટેલને આપ્યો હતો જે તેમણે છાતીએ લગાડતાં જ તૂટી ગયો હતો.

મૂર્તિમાં પ્રાણ માટે મંગાય છે પૂરાવા
વાયકા પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા બાદ ર્મૂતિમાં ચૈતન્ય આવ્યું કે નહીં પૂરાવો પૂજારી અને યજમાન મૂર્તિ પાસે માંગે છે. જેમાં દેવ કે દેવીની મૂર્તિની સામે અરીસો ધરવામાં આવે છે. જો અરીસો તૂટી જાય તો ર્મૂતિમાં પ્રાણનો સંચાર થયો હોવાનું માનવામાં આવે છે. ખોડલધામ ખાતે પણ મા ખોડલ સામે ધર્યા બાદ અરીસો તૂટી ગયો હતો.

મંદિરની કલ્પના માનવ શરીર સાથે
મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કરનાર શાસ્ત્રી કૌશિકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મંદિરમાં મૂર્તિ પધારાવ્યા બાદ તેમાં ચૈતન્ય હોવું આવશ્યક છે. જેના માટે ચૈતન્ય પાઠનું તેની સમક્ષ પઠન કરીને પ્રાણાઁશ પૂરાય છે. મંદિરને દેવ પુરુષ કહેવામાં આવે છે, માનવ શરીરની કલ્પના મંદિર માટે કરવામાં આવી છે. મંદિરનું શિખર એ મસ્તક છે અને ધજા ને કેસ ગણવામાં આવ્યા છે. ગર્ભગૃહએ પેટ છે, ઝરૂખા એ કાન, ઘંટ એ અવાજ, દીવાને પ્રાણ ગણવામાં આવે છે. જ્યારે તેના પિલ્લર એ ઘૂંટણ છે.

લેઉવા પટેલ સમાજના કરદેવી માઁ ખોડલ
માઁ ખોડલ આમ તો ઘણી જ્ઞાતિઓનાં કુળદેવી છે, પણ લેઉવા પટેલ સમાજના કરદેવી એટલે કે આરાધ્ય દેવી કહેવાય છે. બોટાદના રોહિશાળા ગામે ચારણ જ્ઞાતિના મામડિયા અને દેવળબાના ઘરે સાત સંતાનમાં છઠ્ઠા સંતાન તરીકે તેમનો જન્મ. મહા સુદ આઠમે જન્મેલા માઁ ખોડલનું નામ જાનબાઈ હતું.

દંતકથા મુજબ, ભાઈ મેરખિયાને બચાવવા એ પાતાળમાં અમૃતકુંભ લેવા ઊતર્યાં. પાતાળમાંથી ઉપર આવવામાં મગરે તેમને મદદ કરી, એટલે મગર તેમનું વાહન છે. જાનબાઈ પાછા ફર્યાં ત્યારે તેમના પગમાં ઈજા થઈ હતી અને ચાલવામાં તકલીફ પડતી હતી. ત્યારે તેમના બા દેવળબા બોલી ઊઠ્યાં, આ ખોડી તો નથી થઈ ને! અમૃતકુંભ સાથે હોવાથી બધાએ માન્યું કે આ દૈવી અવતાર છે. તેો ખોડીઆઈ તરીકે માન પામ્યાં અને પછી ખોડિયાર તરીકે પૂજાવા લાગ્યાં.

કહેવાય છે કે માઁ ખોડલની કૃપાથી સૌરાષ્ટ્ર પ્રાંતના પટેલો ખેતી કરી શક્યા, એટલે પટેલ સમાજના આરાધ્યા દેવી કહેવાયા. સૌરાષ્ટ્રમાં માઁ ખોડલનાં ચાર મુખ્ય ધામ છે. ધારી પાસે ગળધરામાં, ભાવનગર પાસે રાજપરામાં, મોરબી પાસે માટેલમાં અને કાગવડમાં ખોડલધામ.

ખોડલધામ મંદિરની ખાસિયત
મંદિર માટે રાજસ્થાનના બયાના નજીકથી બંસ પહાડપુરના પથ્થર ખરીદવામાં આવ્યા હતા. મંદિર માટે કુલ બે લાખ ઘનફૂટ પથ્થર ખરીદવામાં આવ્યા હતા. મંદિરમાં ઓરિસ્સાના કારીગરોએ પિલર છત અને 600થી વધારે મૂર્તિઓની કોતરણી કરી છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ ખોડિલ ધામ મંદિરમાં વ્યાલની મૂર્તિઓ છે .જેના અંગો અલગ અલગ પ્રાણીઓના હોય એને વ્યાલ કહેવાય છે. વિષ્ણુના નૃસિંહ અવતારને શાંત પાડવા માટે શિવજીએ વ્યાલરૂપ ધારણ કર્યું હતું.

ખોડલધામ મંદિરમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ મળીને 238 પિલર છે. અલગ અલગ 15 ડિઝાઇનના પિલર બનાવવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 54 છત છે અને પહેલા માળે 39 છત છે.

મંદિરનું નિર્માણ કરતાં પહેલાં એ જગ્યાએ જમીન ખોદીને શિલા મૂકવામાં આવે છે. આઠ દિશામાં એક-એક અને વચ્ચે કાચબાની આકૃતિવાળી નવમી કૂર્મ શિલા મૂકાય છે. દરેક શિલામાં શાસ્ત્ર મુજબ અલગ અલગ નિશાની હોય છે.

You cannot copy content of this page