Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ભ્રષ્ટ અધિકારીનો હતો સામાન્ય પગાર, ભવ્ય ઘરથી લઈ મોંઘા દારૂની બોટલો મળી - DEAR GUJARAT

ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના એન્જિનિયરના ઘરે દરોડા પડ્યા હતા. આ દરોડામાં કરોડોની સંપત્તિ, 3 કાર, 19 લાખ રોકડા સહિત અનેક ફાઇલ મળી આવી હતી. ઈન્દોર ઘરમાંથી ટાઉન પ્લાનિંગની ફાઈલ તથા નકશાઓ પણ મળ્યા હતા. ગ્રામ નિવેશના એક પૂર્વ અધિકારી ગોયલ અને ટાઉન પ્લાનિંગના સંયુક્ત સંચાલક મુદલગ સાથે તાર જોડાયા હોવાની ચર્ચા છે.

આ ઘટના મધ્યપ્રદેશના દેવાસની છે. પદસ્થ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગના ભ્રષ્ટ એન્જિનિયર વિજય દરિયાની લક્ઝૂરિયસ લાઇફ જીવે છે. 50 હજાર રૂપિયા કમાનાર એન્જિનિયર પાસે 4 હજાર સ્કેવર ફૂટનો વિશાળ બંગલો છે. મોંઘા બોનસાઇના છોડો, મોંઘો દારૂ પણ હતો. તેની લાઇફ જોઈને આઇટીના અધિકારીઓને નવાઈ લાગી હતી.

ઇઓડબલ્યૂ ઉજ્જૈનના અધિકારી સવારે છ વાગે વિજયના ઈન્દોરના ચાર અલગ અલગ ઘરમાં ગયા હતા. ટીમમાં 40 અધિકારીઓ હતા. એસપી દિલીપ સોનીએ દરવાજો ખખડાવીને બંગાળી ચારરસ્તામાં મોબાઈલની દુકાનમાં આગ લાગવાનું કહ્યું હતું. આ સાંભળતા જ વિજયે દરવાજો ખોલ્યો હતો અને ટીમ ઘરમાં ઘુસી ગઈ હતી.

1984માં 500 રૂપિયાના પગારથી નોકરીની શરૂઆતઃ દરોડા દરમિયાન અનેક ઘટસ્ફોટ થયા હતા. 1984માં માનચિત્રકાર (નક્શા ટ્રેસર) તરીકે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યો હતો. શરૂઆતમાં વિજયન પગાર 500 હતો. 55 વર્ષ નોકરીના થયા છે. હાલમાં 7 વર્ષની નોકરી બાકી છે. સેલરી હાલમાં 50 હજાર રૂપિયા છે. લાખો રૂપિયા રોકડા મળતા વિભાગ આ અંગે પણ તપાસ કરી રહ્યું છે.

મોંઘા દારૂનો શોખઃ દિલીપ સોનીએ કહ્યું હતું કે સવારે છ વાગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ટીએનસીપી ઓફિસના દસ્તાવેજો પણ વિજયના ઘરમાંથી મળ્યા હતા. વિજય પાંચ વર્ષ પહેલાં ઈન્દોરમાં નોકરી કરતો હતો. ઈન્દોરમાં ના હોવા છતાંય તેના ઘરમાંથી ઈન્દોરની ફાઇલ મળતા ટીમને નવાઈ લાગી છે. વિજય મોંઘા દારૂનો શોખીન હતો. અનેક મોંઘી શરાબની બોટલો મળી આવી છે. ટેરેસ પર રૂફટોપ હોટલની જેમ દારૂની બોટલ સજાવવામાં આવી હતી. કોઈ પણ મહેમાન આવે તો તેમને વેજ કે નોન વેજ ફૂડ આપવામાં આવ્યું હતું.

પિતા ટીએનસીપીમાંથી રિટાયર થયાઃ એસપીના મતે, દિલીપને બે દીકરાઓ છે. એક એમબીએ અને બીજો બીકોમ કરે છે. તેની બંગાળી ચારરસ્તે મોબાઈલની દુકાન છે, પરંતુ તે માત્ર દેખાવા પૂરતી હતી. તેમાંથી માત્ર 15 મોબાઈલ મળ્યા છે. આ અંગે પણ તપાસ થશે. વિજયે મોટાભાગની સંપત્તિ માતાના નામે ખરીદી હતી. થોડાં વર્ષો બાદ તે દીકરાઓના નામે ટ્રાન્સફર કરાવતો હતો.

વિજય ઓળખી ગયો હતો દિલીપનેઃ દરોડા દરમિયાન વિજયે એસપી દિલીપ સોનીને કહ્યું હતું કે તમે થોડાં સમય પહેલાં લોકાયુક્તમાં એસપી હતા. તે સમયે ઈન્દોરના જોઇન્ટ કમિશનર અનીત કરોડિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દિલીપ સોનીએ હા પાડી હતી.

એક છોડની કિંમત 50 હજાર રૂપિયાઃ દિલીપના ઘરમાં બોનસાઇના મોંઘા છોડ પણ હતા અને બગીચામાં આવા છોડ હજારોની સંખ્યમાં હતા. ગાર્ડનિંગનો શોખ હોવાથી ઈન્દોરના ભૂમાફિયાની નર્સરીમાંથી છોડ ખરીદતો હતો. આ એક છોડની કિંમત 50 હજાર હોવાનું માનવામાં આવે છે. ઈન્દોરમાં વિજયે મોલમાં પહેલા માળે એક દુકાન પણ ખરીદી હતી.

You cannot copy content of this page