મહિલાઓ પર હિંસા અને અત્યાચારની વાતો તો તમે સાંભળી હશે. કોઈ સગીરા સાથે બળજબરી કે કોઈ યુવતી સાથે જબરદસ્તીના સમાચાર પણ તમે વાંચ્યા હશે, પણ આજે અમે તમને જે સમાચાર જણાવવાના છીએ, જે વાંચ્યા પછી આશ્ચર્યથી તમારી આંખો પહોળી થઈ જશે. તમે માની નહીં શકો કે આવું પણ બની શકે છે.

શોકિંગ ન્યૂઝ એ છે કે એક મહિલા ટીચરે માત્ર 13 વર્ષના તેના સ્ટુડન્ટ સાથે જબરદસ્તીથી લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં સુહાગરાત પછી પોતાને વિધવા પણ બનાવી લીધી હતી. સ્ટુડન્ટના પરીવારજનોને આની ખબર પડતા તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. પરીવારે તાત્કાલિક ટીચર સામે ફરિયાદ નોંધાવી હતી.

માંગલિક દોષ નિવારવા સગીર છોકરા સાથે લગ્ન કર્યા
આ ચોંકાવનારો મામલો પંજાબના જલંધરનો છે. અહીંના ‘બસ્તી બાવા ખેલ’ નામના વિસ્તારમાં રહેતી એક સ્કૂલ ટીચરના ઘણા દિવસથી લગ્ન નહોતા થઈ રહ્યા. મહિલા ટીચરને માંગલિક દોષ હતો. આ માંગલિક દોષને નિવારવા માટે અંધશ્રદ્ધામાં મહિલા ટીચરે સગીર છોકરા સાથે જબરદસ્તીથી લગ્ન કરી લીધા હતા. મહિલા ટીચરે સીગર છોકરાને ટ્યૂશનની લાલચ આપીને પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં તેણે છોકરાને પોતાના ઘરમાં છ દિવસ સુધી પરાણે રોકી રાખ્યો હતો. પછી માંગલિક દોષ ટાળવા માટે તેની સાથે લગ્ન કરી લીધા હતા.

હલ્દી-મહેંદીથી લઈને સુહાગરાત સુધીની વિધિ કરી
પીડિત સ્ટુડન્ટ ગરીબ પરીવારમાંથી આવે છે. જેથી તેને ટ્યુશન મોકલવો પરીવાર માટે શક્ય નહોતું. આ વાતનો ફાયદો ઉઠાવીને મહિલા ટીચરે સગીર સ્ટુડન્ટને લાલચ આપી હતી. તણે સ્ટુડન્ટના માતા-પિતાને કહ્યું હતું કે તમે તમારા દીકરાને થોડાક દિવસ માટે મારી પાસે મૂકી દો હું તેને ભણાવીશ. જેના માટે સ્ટુડન્ટ પરીવારજનો રાજી થઈ ગયા હતા. ત્યાર બાદ મહિલાએ પોતાના ઘરે રોકી રાખેલા સગીર સ્ટુડન્ટ સાથે જબરદસ્તીથી લગ્ન કર્યા હતા. આ લગ્નમાં મહિલાએ હલ્દી-મહેંદીથી લઈને સુહાગરાત સુધીની વિધિનો ઢોંગ કર્યો હતો.

લગ્નના 6 દિવસ બાદ વિધવા થયાનો પણ ઢોંગ કર્યો
સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યાના 6 દિવસ બાદ મહિલાએ વિધવા થયાનો ઢોંગ કર્યો હતો. તેણે પોતાના હાથથી બંગડીઓ તોડી મંગળસૂત્ર ઉતારી ફેંક્યું હતું. એટલું જ નહીં હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મહિલાએ સંબંધીઓને પોતાના પતિનું મોત થયાની વાત કરી ઘરે શોકસભાનું આયોજન કર્યું હતું. આ શોકસભામાં મહિલા એક વિધવા મહિલાની જેમ સફેદ સાડી પહેરીને શોક પ્રગટ કરતી જોવા મળી હતી.

છોકરાએ પરીવારજનોને વાત કરતાં બનાવ સામે આવ્યો
માંગલિક દોષ નિવારવા મહિલાએ લગ્ન અને વિધવાનો ઢોંગ કર્યા બાદ સગીર સ્ટુડન્ટે તેના ઘરે પાછો મોકલી દીધો હતો. છોકરાએ તેના પતિના મહિલા ટીચરની કરતૂત અંગે વાત કરી હતી. દીકરાની વાત સાંભળીને પરીવારના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. તેમણે તાત્કાલિક મહિલા ટીચર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You cannot copy content of this page