પાનીપતઃ અહીંની સૈની કોલોનીમાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. 28 ઓગસ્ટની ઘટનાનો ખુલાસો એક સીસીટીવી ફૂટેજ બાદ થયો છે. વાસ્તવમાં પાનીપતની સૈની કોલોનીમાં જ્યારે તમામ પરિવારજનો સુઈ રહ્યાં હતા ત્યારે એક વ્યક્તિ પોતાની વહુ સાથે ભાગી ગયો. મહિલાના પતિએ કહ્યું કે, તે બંને વચ્ચેના વ્યવહારને જોઈ ક્યારેય શંકા નહોતી થઈ.

સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે, સસરા સલીમ પહેલા ઘરની બહાર નીકળે છે અને પછી વહુ આસમાના આવવાની રાહ જુએ છે. આસમા સાથે તેની 10 વર્ષીય દીકરી પણ જોવા મળે છે અને પછી સસરા-વહુ ફરાર થઈ જાય છે. મહિલાની સાસુએ જણાવ્યું કે, બંને સવારે 4 કલાકે ભાગ્યા હોવાનું સામે આવ્યું છે, પરંતુ પરિવારજનોના ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી હોવાથી કોઈને જરાય ખબર જ ના પડી કે સસરા અને વહુ આ રીતે ભાગી નીકળ્યા છે.

આસમાની સાસુએ જણાવ્યું કે, તેમની વહુ સાથે 10 વર્ષની દીકરી પણ હતી. વહુ પાસે મોબાઈલ નથી અને 13 દિવસ બાદ પણ વહુ-સસરા ક્યાં છે તે અંગે કોઈ જ માહિતી મળી નથી. બંનેએ પોતાના કોઈ સંબંધીઓ પાસે જવાની કે મદદ માગવાનો પ્રયાસ પણ કર્યો નથી. મહિલાની સાસુ અને પતિએ તમામ સગાઓ પાસેથી આ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ ક્યાંયથી ભાગેલા વહુ-સસરા અંગે કંઈ જાણવા મળ્યું નથી. મહિલાની સાસુએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘરેથી સસરા સાથે ભાગનારી આસમાના પતિએ કહ્યું કે,‘અમને આ અંગે ક્યારેય શંકા નહોતી થઈ કે સસરા-વહુ વચ્ચે આવું કંઈ ચાલતુ હશે. કારણ કે મારી પત્નીએ સસરા સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે તે મારા પિતા સાથે વાત પણ નહોતી કરતી. પરંતુ અચાનક આ ઘટના બની તો તે અંગે હજુપણ વિશ્વાસ નથી થઈ રહ્યો.’

You cannot copy content of this page