રાજસ્થાનની રાજધાની જયપુરથી લગભગ 100 કિમી દૂર સાંભર કસ્બામાં સ્થિત માતા શાકંભરી મંદિર લગભગ 2500 વર્ષ જૂનો જણાવવામાં આવે છે. જોકે, શાકંભરી માતા ચૌહાન વંશની કુળદેવી છે પરંતુ માતાને અન્ય ધર્મ અને સમાજના લોકો પૂજે છે. શાકંભરીને દુર્ગાનો અવતાર માનવામાં આવે છે.

શાકંભરી માતાને દેશભરમાં ત્રણ શક્તિપીઠ છે અને માનવામાં આવે છે કે તેમાંથી સૌથી પ્રાચીન શક્તિપીઠ આ છે. માતા શાકંભરીની પૌરાણિક ગ્રંથોમાં વર્ણિત કથા પ્રમાણે, એક સમયે જ્યારે પૃથ્વી ઉપર દુર્ગભ નામક દૈત્યએ આતંક મચાવ્યો, ત્યારે પૃથ્વી ઉપર સતત સો વર્ષ સુધી વરસાદ થયો નહોતો. ત્યારે અનાજ-જળના અભાવમાં પ્રજા મૃત્યુ પામતી હતી. બધા જ જીવ ભૂખથી વ્યાકુળ થઈને મરવા લાગ્યાં. તે સમયે બધા મુનિઓએ મળીને દેવી ભગવતીની ઉપાસના કરી.

જેથી દુર્ગાજીએ એક નવા સ્વરૂપમાં અવતાર લીધો અને તેમની કૃપાથી વરસાદ થયો. આ અવતારમાં મહામાયાએ જલવૃષ્ટિથી પૃથ્વીને શાકભાજી અને ફળથી પરિપૂર્ણ કરી દીધા, જેથી પૃથ્વીના બધા જીવને જીવનદાન પ્રાપ્ત થયું. શાક ઉપર આધારિત તપસ્યાના કારણે શાકંભરી નામ પડ્યું.

આ તપસ્યા પછી આ સ્થાન લીલુંછમ થઈ ગયું. દંત કથાઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે માતા શાકંભરીના તપથી અહીં અપાર ધન-સંપત્તિ ઉત્પન્ન થઈ. સમૃદ્ધિ સાથે જ અહીં આ પ્રાકૃતિક સંપત્તિને લઈને ઝઘડા શરૂ થઈ ગયાં. જ્યારે સમસ્યાઓએ વિકટ સ્વરૂપ લઈ લીધું ત્યારે માતાએ અહીં કિંમતી સંપત્તિ અને ખજાનાને મીઠામાં બદલી નાખી. આ પ્રકારે સાંભર નદીની ઉત્પત્તિ થઈ. વર્તમાનમાં લગભગ 90 વર્ગમીલમાં અહીં મીઠાની નદી છે.

You cannot copy content of this page