શ્રાવણ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો 29 જુલાઈથી શરૂ થશે. આ મહિનામાં શિવપૂજા સાથે દાન અને ઝાડ-છોડ વાવવાનું ખૂબ જ મહત્ત્વ છે. શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનામાં દાન કરવાથી દરેક પ્રકારના સુખ, વૈભવ અને પુણ્ય મળે છે. ત્યાં જ અન્ય પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે જ પૂજ્ય ઝાડ-છોડ વાવવા અને તેનું દાન કરવાથી શિવજી સાથે જ અન્ય દેવતા અને પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.

શ્રાવણમાં દૂધ અને ફળના રસનું દાન
ધર્મગ્રંથોના જાણકાર પુરીના ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે શ્રાવણમાં કોઈપણ વસ્તુનું દાન કરવાથી અનેકગણું પુણ્ય ફળ મળે છે. આ મહિનામાં રૂદ્રાક્ષ, દૂધ, ચાંદીના નાગ, ફળનો રસ અને આંબળાનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે. સાથે જ આ મહિનામાં છોડ વાવવાથી પિતૃ દેવતા પ્રસન્ન થાય છે. ડો. મિશ્ર જણાવે છે કે જે વ્યક્તિને દાન કરવામાં આનંદ મળે છે, તેને ઈશ્વરની કૃપા મળે છે કેમ કે દાન વ્યક્તિને શ્રેષ્ઠ અને સત્કર્મી બનાવે છે.

રૂદ્રાક્ષ દાન કરવાથી સુખ અને ઐશ્વર્ય વધે છે
શ્રાવણ મહિનામાં શિવજીનો અભિષેક, શિવપુરાણ કથા વાંચવી અને સાંભળવી અને મંત્ર જાપ સિવાય દાનનું પણ ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણ મહિનામાં ચાંદીના સિક્કા દાન આપવા કે ચાંદીથી બનેલાં નાગ-નાગણની મૂર્તિઓ શિવલિંગ ઉપર ચઢાવવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. તેનાથી ઐશ્વર્ય વધે છે. શિવાલયોમાં વૈદિક બ્રાહ્મણને રૂદ્રાક્ષ માળાનું દાન કરવાથી સુખ વધે છે.

છોડ-ઝાડ વાવવાથી પિતૃ અને દેવ પ્રસન્ન થાય છે
શ્રાવણ મહિનામાં બીલીપત્ર, સમડાના પાન, શિવલિંગી, અશોક, મદાર અને આંબળાનો છોડ વાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેમની સાથે જ દાંડમ, પીપળો, વડ, લીમડો અને તુલસી વાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. છોડ વાવવાની સાથે જ આ છોડ-ઝાડનું દાન કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે.

દીપદાન વિદ્યા દાન સમાન છે
શ્રાવણ મહિનામાં દરરોજ દીપદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. દીપ એટલે જ્ઞાન પ્રકાશ. પ્રકાશ ફેલાવવાની પ્રેરણા દીપ પૂજનમાં છે. તેનો અર્થ આપણને વિદ્યા-દાનના ક્ષેત્રમાં પણ સંકલ્પિત થઈને ઉતરવું જોઈએ, જેથી શિવ ભગવાનની કૃપા મળે.

You cannot copy content of this page