તમે ઘણીવાર વાંચ્યું હશે અને સાંભળ્યું હશે કે દર્દીને પેટમાં બહુ જ દુખાવો થતો હોય. એક્સરેમાં પથરી, સિક્કા, તાર જેવી વસ્તુઓ પણ જોવા મળે છે. અનેકવાર દર્દીના પેટમાં કાતર રહી જતી હોય છે. ડૉક્ટર સર્જરી દરમિયાન દર્દીના પેટમાં કાતર ભૂલી જતો હોય છે. જોકે, આજે અમે તમને એક એવી વાત કહેવાના છીએ, જ્યાં એક વ્યક્તિના શરીરમાં સ્ટીલનો ગ્લાસ હતો. જ્યારે દર્દીને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે આંચકાજનક જવાબ આપ્યો હતો.

વ્યક્તિના પેટમાંથી નીકળ્યો સ્ટીલનો ગ્લાસઃ આ ઘટના ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના ભટૌલી ગામની છે. 50 વર્ષીય સમરનાથને પેટમાં દુખાવો થતો હતો અને તે નજીકના ડૉક્ટર પાસે ગયો હતો. તેણે ત્રણ-ચાર દિવસથી પેટમાં દુખાવો હોવાની વાત કહી હતી. અનેક ડૉક્ટરને બતાવ્યું પણ ફેર પડ્યો નહોતો. ડૉક્ટરે સમરનાથને એક્સરે કઢાવવાનું કહ્યું હતું.

એક્સરેમાં સમરનાથના પેટમાં સ્ટીલનો ગ્લાસ જોવા મળ્યો હતો. ડૉક્ટર પણ થોડીવાર ડરી ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બે કલાક ચાલ્યું હતું. ઓપરેશન બાદ ડૉક્ટરે પેટમાં ગ્લાસ કેવી રીતે ગયો તે સવાલ કર્યો હતો સમરનાથનીવાત સાંભળીને ડૉક્ટર પણ ચમકી ગયા હતા.

સમરનાથે કહ્યું હતું કે મિત્રોએ આ ગ્લાસ પ્રાઇવેટ પાર્ટમાંથી અંદર નાખ્યો હતો. તે મિત્રો સાથે દારૂ પીતો હતો. જોકે, કોઈ વાતને કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હતો.

પછી મારામારી સુધી વાત પહોંચી હતી. મિત્રોએ ઝઘડમાં તેના પ્રાઇવેટ પાર્ટમાં ગ્લાસ નાખી દીધો હતો. જોકે, હજી સુધી કોઈ પણ આ વાત પર વિશ્વાસ કરી શકે તેમ નથી.

સો.મીડિયામાં આ ન્યૂઝ વાઇરલ થયા છે. મોટાભાગે તો પેટમાં નાની-નાની વસ્તુઓ ભૂલથી જતી રહેતી હોય છે. જોકે, સ્ટીલનો આટલો મોટો ગ્લાસ કોઈ કેવી રીતે નાખી શકે તે અંગે બધા જ કન્ફ્યૂઝ છે.

You cannot copy content of this page