Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પતિ અને બાળકોને નશાકારક દવા આપી પ્રેમી સાથે શરીરસુખ માણતી હતી પત્ની પણ... - DEAR GUJARAT

પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે આ કહેવત પ્રચલિત છે. પતિ-પત્ની આજીવન સાથે રહેવા ઉપરાંત જન્મોજન્મ સુધી એકબીજાનો સાથ ના છોડવાના વચનો આપતા હોય છે. પરંતુ મેરઠથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે પતિ-પત્નીના સંબંધોને શર્મસાર કર્યા છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે શરીરસુખ માણવા માટે પોતાના પતિ અને બાળકોને ઊંઘની ગોળી આપવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત પત્નીએ પોતાના પતિને નપુંસક બનાવવા માટે પણ પ્રયાસ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મેરઠના મલિયાના વિસ્તારમાં શાદાબ પોતાની પત્ની અને 2 બાળકો સાથે રહે છે. ગત રાતે પાડોશીઓએ શાદાબના ઘરમાં કોઈ અજાણી વ્યક્તિને પ્રવેશ કરતા જોયો હતો અને તેમણે તેની જાણ શાદાબના પરિવારજનોને કરી હતી. સૂચના મળતા શાદાબના પરિવારજનો ત્યાં પહોંચ્યા અને પાડોશીઓ સાથે મળી દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો.

જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે શાદાબની પત્ની હાથમાં છરી લઈ ઊભી હતી અને પોતાના હાથની નસ કાપી તેના આરોપમાં બધાને જેલ ભેગા કરાવવાની ધમકી આપી હતી. આ દરમિયાન પાડોશીઓએ શાદાબના ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ વિશે પૂછપરછ કરતા તે ટૉયલેટમાંથી મળી આવ્યો હતો.

આ સમયે શાદાબ અને તેના બંને બાળકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. જેમને લઈ શાદાબના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને શાદાબની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શાદાબના ભાઈ મોહસીને ભાભી પર પતિને દગો આપી અન્ય કોઈ સાથેના આડાસંબંધો રાખવાની તથા પતિ-બાળકોને નશાના ગોળી આપવાની ફરિયાદ કરી, જેથી તેઓ નશામાં રહે તો પોતે પ્રેમી સાથે શરીરસુખ માણી શકે અને તેમનો વિરોધ કરી શકે નહીં.

શાદાબના ભાઈએ આરોપ લગાવ્યો કે, તેની ભાભીએ પોતાના પતિના ગુપ્તાંગ પર કોઈ કેમિકલ નાંખ્યું હતું જેથી શાદાબ નપુંસક બની જાય, કેમિકલના કારણે શાદાબના પ્રાઈવેટ પાર્ટનો અમુક હિસ્સો બળી ગયો હતો. તેના કારણે પરિવારજનો શાદાબની આ બાબતે સારવાર કરાવવા માગતા હતા પરંતુ તેની ભાભી દરવખતે આ અંગે વિરોધ કરતી હતી.

પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હોવાની વાત કહી હતી. આ સાથે તેઓએ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે પત્ની ચાંદની અને તેના પ્રેમી ડૉક્ટર વસીમને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે અને શાદાબ તથા તેના બાળકોને સારવાર માટે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મોકલ્યા છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી મહિલા ચાંદનીના પતિ તરફથી ફરિયાદ દાખલ કરવામા આવી છે. તેની પત્ની તેને અને બાળકોને કોઈ નશાકારક દવા આપતી જેથી તેઓ ગાઢ ઊંઘમાં રહેતા. જે પછી તે પોતાના પ્રેમી ડૉક્ટર વસીમને બોલાવી શારીરિક સંબંધો માણતી હતી. પોલીસને બાળકો પણ બેભાન અવસ્થામાં મળ્યા હતા.

પીડિત પતિ શાદાબના પ્રાઈવેટ પાર્ટ પર જ્વલનશીલ પદાર્થ લગાવવા અંગે પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ હોસ્પિટલના ડૉક્ટર્સે આ અંગે તપાસ કરી રહ્યાં હોવાની વાત કરી હતી અને રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ખુલાસો કરી શકાશે તેમ જણાવ્યું હતું.

You cannot copy content of this page