Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પાણી પુરવઠા વિભાગ દ્બારા પાટડી તાલુકામાં 65 બોર મંજૂર કરાયા, લોકોમાં ખુશીની લહેર - DEAR GUJARAT

સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં આકરા ઉનાળાની શરૂઆત થતા વિરડા અને બેડાયુધ્ધના દ્રશ્યો સહજ જોવા મળતા હતા. પરંતુ હવે નપાણીયો સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તાર હવે આગામી દિવસોમાં પાણીદાર બનશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા એકમાત્ર પાટડી તાલુકામાં 65 બોર મંજૂર કરાતા સમગ્ર પથંકના લોકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના 92 ગામના તાલુકા એવા સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં અગાઉ પીવાના પાણીની કલ્પના કરવી એ ધોળા દિવસે તારા જોવા જેવી ખુબ કપરી બાબત હતી. આકરા ઉનાળાની શરૂઆત થતાં રણકાંઠાની મહિલાઓમાં બેડા યુધ્ધના દ્રશ્યો સહજ જોવા મળતા હતા. રણકાંઠાની મહિલાઓ ઘરનું બધુ કામકાજ છોડીને ભરબપોરે માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે રીતસરનો રઝળપાટ કરતી જોવા મળતી હતી. અને ગામના પાદરે આવેલા તળાવ કિનારે વિરડા ગાળી-ગાળીને ખોબે-ખોબે પાણી ભરતી મહિલાઓની હાલત કાળઝાળ ગરમીમાં અત્યંત દયનીય બનવા પામતી હતી.

બે વર્ષ અગાઉ કુલ 22 નવા બોર બનાવવામાં આવ્યા હતા
પાણી પુરવઠા વિભાગ દ્વારા બે વર્ષ અગાઉ રણકાંઠા વિસ્તારમાં 10% લોકફાળાની સ્કીમ અંતર્ગત કુલ 22 નવા બોર બનાવવામાં આવ્યા હતા. જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાટડી મામલતદાર અને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.રાજેશને રજૂઆત કરી આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ મંજૂર કરાયેલા નવા 85 બોરમાંથી એકમાત્ર પાટડી તાલુકામાં જ કુલ 65 નવા બોર મંજૂર કરાતા નપાણીયા વિસ્તાર તરીકે પંકાયેલો સૂકોભઠ્ઠ રણકાંઠા વિસ્તાર આગામી દિવસોમાં પાણીદાર બનશે.

ખાસ અંગભૂત યોજનામાં જિલ્લામાં મંજૂર કરાયેલા તમામ 31 નવા બોર પાટડી તાલુકામાંપાટડી પાણી પુરવઠા વિભાગના પૂર્વ ડેપ્યુટી ઇજેનર હિતેશ ચાવડાએ જણાવ્યું છેકે, પાટડી તાલુકામાં ગત વર્ષે 10% લોકફાળામાં 22 નવા બોર મંજૂર કરયા બાદ આ વર્ષે પાટડી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા બાદ લોકફાળા વગર પુરેપુરી સરકારી સહાય સાથે અછત ખાતે 34 નવા બોર અને ખાસ અંગભૂત યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાયેલા તમામ 31 નવા બોર પાટડી તાલુકામાં મંજૂર કરાતા છેલ્લા બે વર્ષમાં પાટડી તાલુકાના 89 ગામોમાં કુલ 87 બોર મંજૂર કરાયા છે.

આગામી 25-30 વર્ષ સુધી ક્યારેય પીવાના પાણીની સમસ્યા નહીં જોવા મળે
સૂકાભઠ્ઠ રણકાંઠામાં આગામી 25-30 વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યાનો સુખદ હલમામલતદાર કે.એસ.પટેલે જણાવ્યું છેકે, પાટડી તાલુકાની પીવાના પાણીની વર્ષો જૂની પાયાગત સુવિધા માટે જિલ્લા કલેક્ટરે કે.રાજેશે અંગત રસ લઇ ઢગલાબંધ નવા બોરને મંજૂરી આપવાની સાથે નર્મદા કેનાલના સૌથી વધુ મળતા લાભના લીધે સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારમાં આગામી 25-30 વર્ષ સુધી ક્યારેય પીવાના પાણીની સમસ્યા નહીં જોવા મળે.

રણકાંઠાના 82 ગામોને હાલ નર્મદાનું ફિલ્ટરયુક્ત પીવાનું પાણી મળે છેપાટડી તાલુકાના વણોદ પમ્પીંગ સ્ટેશનથી રણકાંઠાના 47 ગામોને અને વિઠ્ઠલગઢ વોટર ટ્રીટમેન્ટ પ્લ‍ાન્ટમાંથી રણકાંઠાના 35 ગામોને મળીને કુલ 82 ગામોને નર્મદાનું ફિલ્ટર યુક્ત પીવાનું પાણી આજેય નિયમિત રીતે મળે છે.

You cannot copy content of this page