Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
રસ્તા પરથી મહિલાને મળ્યું 500 રૂપિયાનું બંડલ પછી મહિલાએ તેનું જે કર્યું એ જાણી નવાઈ લાગશે - DEAR GUJARAT

અત્યારે ખોટું કરનારા લોકોનું રાજ છે પણ, દુનિયામાં પ્રામાણિકતા હજુ પણ જોવા મળે છે. રાંચીની એક મહિલાની પ્રામાણિકતા જોવા મળી હતી. જેને લઈને કહી શકાય છે કે, પ્રામણિકતા હજુ છે. આ કળયુગમાં એક-એક રૂપિયા માટે જાળ પાથરેલું છે, ત્યાં આ મહિલાને 50 હાજર રૂપિયાનું બંડલ મળ્યું છતાં મન લલચાયું નહીં. લોકો રોડ પરથી મળેલી 10 રૂપિયાની નોટ પોતાના ખિસ્સામાં મુકી દે છે. તે સમયમાં રોડ પર પડેલાં 50 હજાર રૂપિયા મળવા છતાં મન લલચાયું નહીં અને જેના રૂપિયા હતાં તેને પાછા આપી દીધાં.

રાંચીના કાંકે વિસ્તારમાં રહેતી મહિલા રૂપા દેવી સાંજે 5 વાગ્યે પોતાની દીકરી સાથે બજાર જતી વખતે એલલર્ટ એક્કા ચોક પહોંચી હતી. તે અને તેમની દીકરી ફાસ્ટ ફૂડના કાઉન્ટર પર ચાઉમિન ખાઈ રહ્યા હતાં. ત્યારે રોડ પર પડેલાં 50 હજાર રૂપિયાના બંડલ પર તેમની નજર ગઈ હતી. એકવાર રૂપિયા હાથમાં આવ્યાં પછી એવો વિચાર આવ્યો કે આ નકલી હશે. આ બંડલ પર બેન્ક ઓફ ઇન્ડિયાનું નામ લખ્યું હતું. રૂપાએ તાત્કાલિક રૂપિયાનું બંડલ લઈ અલબર્ટ એક્કા સ્થિત બ્રાંચમાં જમા કરાવવાનો નિર્ણય કર્યો હતો.

સ્થાનિક દુકાનદારોને પણ આ વિશે ખબર પડી હતી. થોડાં સમય પહેલાં જ સ્થાનિક દુકાનદારોએ હરમૂ નિવાસી શિવચંદ્રએ જણાવ્યું હતું કે, તેમને મકાન બનાવવા માટે કેટલાક રૂપિયા બેન્કમાંથી ઉપાડ્યા છે. આ પછી શિવચંદ્રસિંહને જાણ કરવામાં આવી. શિવચંદ્રસિંહે જણાવ્યું કે, બેન્ક ઓફ ઇન્ડિયામાંથી તેમણે 70 હજાર રૂપિયા ઉપાડ્યા હતાં.

પચાસ હજાર અને વીસ હજારના બે બંડ હતાં. જેને તેમણે પોકેટમાં રાખ્યા હતાં. દીકરા સાથે બાઇક પર ઘરે પહોંચ્યા ત્યારે ફિરાયાલાલ ચોકના એક દુકાનદારે તેમને ફોન પર પૂછ્યું કે, તમારા રૂપિયા પડી ગયા છે કે, શું?. ખિસ્સામાંથી રૂપિયાનું બંડલ પડી ગયાં રછી તે ત્યાં પહોંચ્યા. મહિલાએ બધાની સામે તેમને રૂપિયા સોંપી દીધા હતાં.

જ્યારે ખોવાયેલાં રૂપિયા શિવચંદ્રસિંહને મળ્યા ત્યારે તેમના મોંઢામાંથઈ શબ્દ નીકળ્યો અવિસ્મરણીય. તે ભાવુક થઈ ગયાં. બાળકીને એક હજાર રૂપિયા મીઠાઈ ખાવા માટે આપ્યા. જે રૂપિયા મળ્યાં તે ગણી શક્યા નહીં. બાળકીએ પહેલાં રૂપિયા લેવાની ના પાડી નહીં, પણ તેની માએ કહ્યા પછી પ્રસાદીના સ્વરૂપે રૂપિયા લઈ લીધાં હતાં.

You cannot copy content of this page