Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
બે મોઢાવાળા નાગ દેવતાએ દીધા દર્શન, તસવીરો જોઈને ભલભલા ચોંકી ગયા - DEAR GUJARAT

આપણે ઇન્ટરનેટ પર કંઈક ને કંઈક સર્ચ કરીએ છીએ તો ઘણાં પ્રકારના દુર્લભ જીવ જોયા હશે, પરંતુ શું તમે ક્યારે પણ બે મોઢાવાળો સાપ જોયો છે? વાંચીને આશ્ચર્ય થયું ને? પણ આ સાચું છે. આવો જ એક સાપ દક્ષિણ આફ્રિકાના Ndwedwe શહેરમાંથી પકડવામાં આવ્યો છે. આ સાપ ઘસડતો-ઘસડતો એક વંડામાં ઘુસી ગયો હતો. માલિકની નજર પડતા તેને બોટલમાં પકડી લેવામાં આવ્યો હતો. સાપને સલામત સ્થળે લઇ જવા માટે KZN એમ્ફિબિયન અને સરિસૃપ સંરક્ષણના સ્થાપક નિક ઇવાન્સને જાણ કરવામાં આવી હતી.

સાપની પ્રજાતિઓ
ફેસબુક પોસ્ટ દ્વારા, ઇવાન્સે માહિતી આપી કે તે સાપની એક પ્રજાતિનું નામ સદર્ન બ્રાઉન એગ-ઇટર છે, જે મનુષ્ય માટે કોઈ જોખમરૂપ નથી, આ સાપ બિન ઝેરી છે અને તેની લંબાઈમાં 30 ઇંચ સુધી વધી શકે છે. સદર્ન બ્રાઉન એગ-ઇટરને દાંત હોતા નથી અને તેઓ એક સાથે અનેક ઈંડા તોડી શકે છે અને ગળી શકે છે. કેટલીકવાર તો આ ઇંડા જ ગળી જાય છે. તેઓ તેમના ગળામાં ઇંડા તોડવાની ક્ષમતા ધરાવે છે.

દર 10 હજાર સાપ પૈકી એક 1 સાપ બે મોઢાવાળો
ઇવાન્સે જણાવ્યું હતું કે, આ પકડાયેલા સાપની લંબાઈ માત્ર 30 સેન્ટિમીટર છે, એટલે કે તે એક બચ્ચું જ છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે, બે મોઢાવાળા સાપનું જીવન ખૂબ મુશ્કેલ છે. તેમને ફરવું મુશ્કેલ લાગે છે કારણ કે એક માથું બીજી દિશામાં અને બીજું કોઈ બીજી દિશામાં જવા માંગે છે. ઇવાન્સે જોયું કે આ સાપ જ્યારે આરામ કરી રહ્યા હોય ત્યારે એક માથાની ઉપર બીજું માથું રાખી દે છે.

પર્યાવરણમાં બે માથાવાળો સાપ જોવો ખૂબ જ દુર્લભ છે. સાપની આ સ્થિતિને બાયસેફલી કહેવામાં આવે છે. અર્થ- આ સાપ જોડિયા છે, જેમનું શરીર જન્મ પહેલાં અલગ થઈ શકતું નથી. આ ઘટના દર 10,000 સાપમાં એક વાર જન્મે છે. બે માથાવાળા સાપ લાંબા સમય સુધી જીવી શકતા નથી.

આ સાપનો અભ્યાસ એક્સપર્ટ દ્વારા કરવામાં આવશે
આ સાપનો અભ્યાસ કરનાર ઇવાન્સે જણાવ્યું હતું કે, જો સાપના બંને માથા એક જ દિશામાં જાય તો પણ તેઓ સ્પીડ પકડી શકતા નથી. આ કારણે બે મોઢાવાળા સાપ સરળતાથી મોટા પ્રાણીનો શિકાર બની શકે છે,આ કારણે સાપને નિષ્ણાતો પાસે રાખવામાં આવ્યો છે. જેથી સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય અને તેનો અભ્યાસ પણ કરી શકે.

 

You cannot copy content of this page