Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પરિવારજનોએ યુવતીના કરી દીધા હતા અંતિમ સંસ્કાર પછી જે થયું તે જાણી ચોંકી જશો - DEAR GUJARAT

દુષ્કર્મ અને હત્યાના જે મામલામાં પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી હતી એ મામલામાં પોલીસ સમક્ષ મૃતક યુવતીનો વીડિયો આવી ગયો છે જેમાં યુવતી પોતે જીવતી હોવાની વાત કરી રહી છે. આ ચોંકાવનારો મામલો બિહારના વૈશાલી જિલ્લાનો છે.

વૈશાલી જિલ્લાના રહિમાપુરમાં ગત 22 ઓગસ્ટે બાકરપુરના રહેવાસી પિતાએ પોતાની પુત્રીના અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી. બીજા દિવસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો જેમાં રેપ બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. મૃતદેહની ઓળખ મીટાવી દેવા માટે મૃતદેહને તેજાબથી સળગાવી દેવામાં આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસ હત્યાની ફરિયાદ દાખલ કરી શોધખોળમાં લાગી ગઇ હતી.

પરંતુ આ મામલામાં જે મેનકાની લાશ જપ્ત કરી પોલીસ અપહરણ અને હત્યાની તપાસ કરી રહી હતી તે મેનકાએ એક વીડિયો જાહેર કરી પોતે જીવતી હોવાની વાત કહી. પોલીસે જે મેનકાનું પોસ્ટમોર્ટમ કરાવી હત્યાની ફરિયાદ દાખલ કરી હતી તેના પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. એ યુવતી હવે 10 દિવસ બાદ સામે આવી છે.

વીડિયોમાં યુવતી મેનકાએ સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાની મરજીથી ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા છે અને તેના પિતા અને પરિવારજનોએ ખોટો કેસ બનાવવા માટે હત્યાનો કેસ બનાવ્યો છે. યુવતીએ વીડિયોમાં જણાવ્યું કે તેણે પોતાના પરિવારજનોને પણ ફોન કરી જણાવ્યું કે હું જીવતી છું પરંતુ એ લોકોએ કેસ કરી દીધો અને મારા અંતિમ સંસ્કાર પણ કરી દીધા.

હવે મૃતક યુવતીની સામે આવવું અને તેની જુબાની આપ્યા બાદ પોલીસ ફરી એકવાર મુંઝવણમાં આવી ગઈ છે. યુવતીનું અપહરણ કેસ દાખલ કરવાની સાથે તેનો મૃતદેહ પણ મળ્યો હતો. પોલીસ અત્યાર સુધી એ શબને મેનકાની લાશ સમજીને જ તપાસ કરી રહી હતી. પોલીસ હવે સમગ્ર મામલે શરૂઆતથી તપાસ કરી હકિકત જાણવાનો પ્રયાસ કરી રહી છે.

You cannot copy content of this page