Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પત્ની ને દીકરીઓને મારીને વેપારી લટકી ગયો પંખે, લાશો પર ચોંટી ગઈ હતી કીડીઓ - DEAR GUJARAT

એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક વેપારીએ પત્ની, બે દીકરીઓની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હતી. વેપારીએ જ્યાં આત્મહત્યા કરી તે સ્થાન ભયાવહ હતું. લાશો પર કીડીઓ ચાલતી હતી. કહેવાય છે કે ત્રણેયને માર્યા બાદ ગુરુવાર, 30 સપ્ટેમ્બરે સવારે વેપારીએ આત્મહત્યા કરી હતી. વેપારી દુપટ્ટાનો બિઝનેસ કરતો હતો અને તેણે દુપટ્ટાથી દીકરીનું ગળું દબાવ્યું હતું. ઘટનાસ્થળ પરથી ઊંઘની ગોળીઓના ખાલી પેકેટ પણ મળ્યા હતા.

પોલીસે કહ્યું હતું કે ભોજનમાં ઊંઘની દવા મેળવી હતી. રસોડાની બહાર ટેબલ પર ખીરના વાટકા પડ્યા હતા. બંને દીકરીઓના ગળામાં ફાંસીનું નિશાન છે. પત્નીના ગળા પર નિશાન નથી. તપાસમાં એ વાત સામે આવી કે દીકરીઓની ઊંઘમાં જ હત્યા કરવામાં આવી હતી. પત્ની તથા બંને દીકરીઓની લાશ આગળના રૂમમાંથી મળી હતી, જ્યારે વેપારીની લાશ પાછળના રૂમમાં લટકતી હતી. રાજસ્થાનના જોધપુરનો આ બનાવ છે.

લાશ પર કીડીઓ ચાલતી હતીઃ 45 વર્ષીય દીનદયાલ અરોરા, 42 વર્ષીય સરોજ, 14 વર્ષની દીકરી હિરલ તથા 7 વર્ષની દીકરી તન્વીની લાશો મળી હતી. વેપારીની ઘંટાઘરમાં દુપટ્ટાની દુકાન હતી. ઘરમાં પડેલી લાશો પર કીડીઓ ચાલતી હતી. પોલીસના મતે, રાતના આત્મહત્યા કરવામાં આવી હતી.

મોટી દીકરીએ વિરોધ કર્યો હતોઃ વેપારીની 14 વર્ષીય દીકરી હિરલની ડેડબોડી પલંગ પર હતી. સતત હલવાને કારણે ચાદર પર કરચલીઓ હતી અને માથામાં ઈજાના નિશાન હતા. પોલીસ તપાસમાં એ વાત સામે આવી કે પિતાએ પહેલા મોબાઇલના ચાર્જરના વાયરથી દીકરીનું ગળું દબાવ્યુ હતું. જોકે, સફળ ના થતાં એક્સટેન્શન કોડ લઈ આવ્યો અને પછી ગળું દબાવ્યું. નાની દીકરીનું ગળું દુપટ્ટાથી દબાવ્યું હતું. લાશની બાજુમાં દુપટ્ટો હતો. પત્નીની લાશમાં ગળા પર કોઈ નિશાન નથી. માનવામાં આવે છે કે તેનું મોત ઊંઘની દવાથી થયું હતું. ઘરની પરિસ્થિતિ ઘણી જ સામાન્ય હતી અને માંડમાંડ ગુજરાન ચાલતું હતું.

ગેસ સિલિન્ડર પર ચઢીને લટક્યોઃ વેપારીની લાશ ઘરના બીજા રૂમમાંથી લટકતી મળી આવી હતી. લાશની પાસે ગેસ સિલિન્ડર હતું. રસોડામાંથી ગેસનું સિલિન્ડર રૂમમાં લાવ્યો હતો અને પછી લટકી ગયો હતો.

મરજીથી આત્મહત્યાઃ દીનદયાલ અરોરાએ આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડ નોટ લખી હતી. માત્ર 2 લાઇનમાં આ સુસાઇડ નોટ લખવામાં આવી છે. સુસાઇટ નોટમાં લખ્યું હતું કે તે પોતાની મરજીથી આત્મહત્યા કરે છે.

પરિવારની સ્થિતિ સામાન્યઃ વેપારીની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. ફ્લેટ પણ લોન પર ખરીદ્યો હતો. દર મહિને હપ્તો ભરતો હતો. કોરોનાકાળમાં વેપારીની હાલત ઘણી જ ખરાબ થઈ હતી.

You cannot copy content of this page