Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પત્નીના અચાનક મોતથી પરિવાર થયો દુઃખી, પતિ બનાવ્યું મંદિર ને કરે છે રોજ પૂજા - DEAR GUJARAT

જ્યારે આપણી નિકટની વ્યક્તિ છોડીને જતી રહે ત્યારે ક્યારેય ના પૂરાય તેવી ખોટ પડે છે. કોઈ પણ વાતમાં મન લાગતું નથી. કેટલાંક લોકો દુઃખ ભૂલીને આગળ વધે છે તો કેટલાંક આ દુઃખ ભૂલી શકતા નથી. તે વિચારે છે કે કાશ એવું થાય કે તે ફરીથી તેની પાસે રહે. મૃત્યુ અંતિમ સત્ય છે અને તે કોઈ બદલી શકતું નથી. જોકે, હા આપણે આત્માની શાંતિ માટે કંઈક કરી શકીએ છીએ.

મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના પરિવારની વહુના મોત બાદ તેમણે એવું કર્યું કે તે હંમેશાં તેમની પાસે રહે છે. અહીંયા પતિએ પત્નીના મોત બાદ તેની યાદમાં મંદિર બનાવ્યું છે. આ મંદિર આખા વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યું છે. સામાન્ય રીતે લોકો ભગવાનનું કે પછી કોઈ મોટી સેલિબ્રિટીનું મંદિર બનાવતા હોય છે. જોકે, પતિએ પત્નીનું મંદિર બનાવ્યું છે અને ત્રણ ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે.

આ અનોખું મંદિર શાજાપુર મંદિર જિલ્લા મુખ્યાલયથી ત્રણ કિમી દૂર સાંપખેડા ગામમાં છે. મંદિરમાં બંજારા સમાજની સ્વર્ગીય ગીતાબાઈ રાઠોળની પ્રતિમા છે. તેના પતિ નારાયણ સિંહ રાઠોડ તથા પરિવારના સભ્યો રોજ આ પ્રતિમાની ભગવાનની જેમ પૂજા પાઠ કરે છે. જ્યારે પણ ઘરમાં શુભ કાર્ય હોય ત્યારે આશીર્વાદ લેવા અચૂક આવે છે. ઘરમાં ભોજન બને તો પહેલાં ભગવાન અને પછી ગીતાબાઈની પ્રતિમાને ભોગ ધરાવવામાં આવે છે. આટલું જ નહીં પ્રતિમાને રોજ નવી નવી સાડી પહેરાવવામાં આવે છે.

27 એપ્રિલ, 2021ના રોજ કોરોનાની બીજી લહેરમાં ગીતાબાઈનું મોત થયું હતું. પરિવારે લાખો રૂપિયા ખર્ચ્યા પરંતુ તે ગીતાબાઈ બચી શકી નહીં. ગીતાબાઈના સંતાનો તેમને ભગવાન કરતાં પણ વિશેષ માને છે. તેમના ગયા બાદ તેઓ ઉદાસ રહેવા લાગ્યા. તેમને માતાની યાદમાં મંદિર બનાવવાનો વિચાર આવ્યો. તેમણે પિતાને આ અંગે વાત કરી અને પછી તે પણ માની ગયા.

પરિવારે 29 એપ્રિલના રોજ અલવરના કલાકારોને ગીતાબાઈની પ્રતિમા બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. દોઢ મહિને મૂર્તિ બનીને આવી હતી. દીકરા લકીએ કહ્યું હતું કે તેને માતાની મૂર્તિ જોઈને એક વાર પણ તે પથ્થરની હોય તેવો વિચાર આવ્યો નહીં. તેણે પંડિત બોલાવીને પૂરા રીત રિવાજ સાથે માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.

દીકરાઓએ કહ્યું હતું કે બસ હવે તેમની માતા બોલતી નથી, પરંતુ દરેક ક્ષણ સાથે રહે છે. પરિવારનો દરેક સભ્ય રોજ સવારે ઉઠીને પૂજા કરે છે.

You cannot copy content of this page