Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
સાસરે પહોંચતા જ બેડરૂમમાં દુલ્હને પતિ સાથે ફૂંકી સિગારેટ, જોનારા જોતાં જ રહી ગયા - DEAR GUJARAT

સો.મીડિયામાં લગ્નનો એક વીડિયો ઘણો જ વાઇરલ થયો છે. આ વીડિયોમાં તમે જોશો કે એક દુલ્હન બિંદાસ અંદાજમાં સિગારેટ ફૂંકે છે. તે પોતાના પતિની સામે સિગારેટ ફૂંકતી હતી. ભારતીય સમાજમાં યુવતીઓને ઘણી જજ કરવામાં આવે છે. તેમને યુવકોની જેમ આઝાદી મળતી નથી. જો કોઈ છોકરો સ્મોકિંગ કે દારૂ પીએ તો કોઈ કંઈ કહેશે નહીં. જો યુવતી આમ કરે તો હોબાળો મચી જાય છે. લોકો માત્ર યુવતીને જજ નથી કરતા પણ કટાક્ષ પણ કરે છે. વાત જ્યારે લગ્નની આવે તો દુલ્હનની નાનામાં નાની વાતો પર ધ્યાન આપવામાં આવે છે.

કોઈ લગ્નમાં જઈ ત્યારે બધાની નજર દુલ્હન પર હોય છે. દુલ્હન કેવી લાગે છે, કઈ રીતે વાત કરે છે, હસે છે કે ચૂપ રહે છે, લગ્નમાં શાંત રહે છે કે પછી બોલબોલ કરે છે. આ તમામ વાતો પર દુલ્હનને જજ કરવામાં આવે છે. હવે વિચારો કે દુલ્હન સિગારેટ પીવા લાગે તો.. હાલમાં સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો છે.

વાઇરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે લગ્નની તમામ વિધિ પૂરી થઈ ગઈ છે. દુલ્હન-વરરાજા બેડરૂમમાં આરામ કરે છે. આ દરમિયાન દુલ્હન પતિ સાથે બેડ પર સિગારેટ પીએ છે. તેની પાસે એક એશટ્રે પણ મૂકેલી છે. પહેલાં પતિ સ્મોકિંગ કરે છે અને પછી પત્ની કરે છે.

bhutni_ke_memes નામના સો.મીડિયા અકાઉન્ટ પર આ વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો ક્યાંનો છે તે વાત જાણી શકાઈ નથી. સો.મીડિયા યુઝર્સે આ વીડિયો પર અઢળક કમેન્ટ્સ કરી છે. એક યુઝરે કહ્યું હતું કે વાહ દીકરી વાહ, મોજ કર. અન્ય એકે કહ્યું હતું કે દુલ્હન પોતાના જીવનની અસલી મજા માણી રહી છે. તો વળી એક કહ્યું હતું કે આ સાચું છે. યુવતીઓને પણ યુવકની જેમ લાઇફ એન્જોય કરવાનો હક છે. બંનેની જોડી પર્ફેક્ટ છે. બંને સાથે મળીને ધુમાડા ઉડાડતા રહેશે.

You cannot copy content of this page