Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
કોરોના સામે ઉપચોગમાં લેવાતી મિથીલિન બ્લૂને લઈને નવો દાવો, જટીલ ગાંઠો પણ ઓગાળે છે - DEAR GUJARAT

કોરોના કહેર વચ્ચે ગુજરાતમાં હાલ એક અલગ ચર્ચા છેડાઈ છે. અમુક લોકોનું કહેવું છે કે મિથીલિન બ્લૂ કોરોનામાં અકસીર ઈલાજ છે. જ્યારે અમુક લોકો કહે છે કે આ લેબ કેમિકલ છે અને તેના ઉપયોગથી લાંબા ગાળે આડઅસર થાય છે. જોકે સુરત-અમદાવાદ અને સૌરાષ્ટ્રનામાં મિથીલિન બ્લૂનો માટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. દરમિયાન મિથીલિન બ્લૂને લઈને નવો દાવો સામે આવ્યો છે. કેશોદના એક નિવૃત શિક્ષકે દાવો કર્યો છે કે મિથીલિન બ્લૂ લીધા પછી તેની 15 વર્ષ જૂની થાઇરોઈડની ગાંઠ આપોઆપ ઓગળી ગઈ છે.

દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ અહેવાલ મુજબ કેશોદના ચર ગામે રહેતાં દિનેશભાઇ મહેતા નિવૃત શિક્ષક તરીકે જીંદગી વિતાવી રહ્યાં છે. તાજેતરમાં કેશોદ મહિલા કોલેજમાં શરૂ થયેલ કોવિડ કેર સેન્ટરમાં નિયમીત પણે તેઓ નિસ્વાર્થ પણે દર્દીઓની સેવા કરવા પહોંચી જાય છે. દર્દીઓની સેવા દરમિયાન તેમને જાણવા મળ્યું કે કોરોનાના દર્દીઓને આપવામાં આવતી મિથીલીન બ્લુથી કોરોના દર્દમાં મહદઅંશે ફાયદો થાય છે. આ અંગે જાણકારી પ્રાપ્ત થતાં તેણે કોરોના ન થાય તે માટે મીથીલીન બ્લુ લેવાની શરૂ કરી.

પરંતુ બન્યું એવું કે મિથીલીન બ્લુ લીધાના 6 દિવસમાં તેને 15 વર્ષથી ગળાના ભાગે રહેલ 200 ગ્રામની થાઇરોઈડની ગાંઠ આપોઆપ ઓગળી ગઈ હતી. સામાન્ય રીતે આ પ્રકારની મેડીસીન ડોક્ટરને પુછ્યા વગર લેવાતી હાેતી નથી. આ મીથીલીન બ્લુની આડઅસર ન હોવાથી પોતે કોરોનાથી બચવા અખતરો કરતાં બીજા રોગમાં સફળતાં મળતાં ખુંશી વ્યક્ત કરી હતી.

દિનેશભાઇ મહેતાએ 8 વર્ષ પહેલાંની પોતાની સાથે બનેલ ઘટના અંગે જણાવ્યું કે પોતાની આંખનો પડદો ફાટી જતાં યોગથી રીપેર થયો હતો અને આંખના નંબર પણ જતાં રહ્યાં હતાં.

કેશોદના એમબીબીએસ, એનેસ્થેટીક ડૉ. સ્નેહલ તન્નાએ જણાવ્યું કે મિથીલીન બ્લુનો ગળા માટે તો ઉપયોગ છે. જ! પરંતુ ગાંઠ ઓગળવી મતલબ ગાંઠ (કેન્સર) સેલ ઓગળવા જેવા પરીણામો મળે તે રીસર્ચ કરવા જેવું છે. મારા મત પ્રમાણે આ બધુ ડૉકટરના ઓબઝર્વેશન હેઠળ થવું જોઇએ.

You cannot copy content of this page