Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
જે છાત્રોનાં પરિવારમાં ઓનલાઇન શિક્ષણ માટે સગવડ નથી ત્યાં જઇ અભ્યાસ કરાવી રહ્યાં છે શિક્ષકો - DEAR GUJARAT

શિક્ષણકાર્ય અટકયું નથી. હવે તો ધોરણ 6 થી ઉપરનાં તમામ વર્ગમાં શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે. ધોરણ 1 થી 5નાં બાળકોને શાળાએ બોલાવવામાં આવતા નથી. આવા બાળકો માટે ઘર જ શાળા બની ગઇ છે,જે છાત્રોનાં પરિવારમાં ઓનલાઇન શિક્ષણ માટે સગવડ નથી ત્યાં શિક્ષકો જઇ અભ્યાસ કરાવી રહ્યાં છે. વાલીઓની મજુંરીથી આવા વિસ્તારમાં બાળકોને એકત્ર કરી છાત્રોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

172 સ્કુલમાં ધો. 1 થી 5માં 46329 છાત્રો
જિલ્લામાં શાળાઓ શરૂ થઇ છે. પરંતુ હજુ ધોરણ 1 થી 5નાં વર્ગો શરૂ થયા નથી. જૂનાગઢ જિલ્લામાં 172 સરકારી પ્રાથમિક શાળા છે,જેમાં 2062 શિક્ષકો અને 46923 છાત્રો છે. જયારે આશ્રમ શાળામાં 486 છાત્રો છે.

18 ટકા છાત્રોનાં વાલી પાસે સાદો ફોન
ઓનલાઇન શિક્ષણ માટે ટીવી અથવા સ્માર્ટ ફોનની જરૂર પડે છે. જૂનાગઢ જિલ્લામાં 64 ટકા પાસે સ્માર્ટ ફોન, 50 ટકા પાસે ટીવી, 18 ટકા પાસે સાદા ફોન અને 3 ટકા છાત્રો કે તેના વાલી પાસે કોઇ પ્રકારનાં ઉપકરણ ધરાવતા નથી.]

વિસ્તારનાં લોકો રાજી થયા : શિક્ષીકા
કન્યા શાળા નંબર 4નાં ભાવનાબેન કંટેસરિયાએ જણાવ્યું હતું કે, વાલીઓનાં સહકારથી સરસ શિક્ષણ કાર્ય થઇ રહ્યું છે.અભ્યાસ કરાવવા માટે ઘરે જતા હતાં. જેતે વિસ્તારમાં જગ્યા નકકી કરી છે. સાંજે વાલીઓને ફોન કરી દઇએ,જેથી સવારનાં છાત્રો અભ્યાસ માટે આવે છે. નિયમીત અભ્યાસ માટે સ્ટાફ જઇ રહ્યો છે.

You cannot copy content of this page