Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પાંચ કલાક સતત સંબંધ બનાવ્યા, પરસેવે રેબઝેવ બોયફ્રેન્ડની હાલત થઈ જોવા જેવી - DEAR GUJARAT

બન્દાસ પર્સનલ લાઈફ માટે જાણીતી અમેરીકન મોડેલ અમાન્ડા નિકોલે જણાવ્યું હતું કે તેણે તેના બોયફ્રેન્ડ સાથે સતત પાંચ કલાક સુધી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેનાથી બોયફ્રેન્ડની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. મોડેલ અમાન્ડાએ વધુ જણાવ્યું હતું કે એ રાતની ભયંકર પળને હજી તે ભૂલાવી શકી નથી.

પહેલી રાતને લઈને ઉત્સુક હતી
‘ડેઈલી સ્ટાર’ના રિપોર્ટ મુજબ અમેરિકાના લાગ વેગાસમાં રહેતી 27 વર્ષીય અમાન્ડા નિકોલે ‘માઈકલ સરટેન પોડકાસ્ટ’ પર પોતાની કહાની વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે પહેલી વખત સેક્સને લઈને ઉત્સાહિત હતી અને તે બોયફ્રેન્ડની ખૂબ નજીક હોય એ પળની આતુરતાથી રાહ જોતી હતી. અમાન્ડાએ એ રાતને યાદગાર બનાવવા માટે આખા ઘરની સજાવટ કરી હતી અને પોતે પણ માદક કપડાં પહેર્યા હતા.

રાત્રે ત્રણ વાગ્યે બોયફ્રેન્ડે ફરી જગાડી
મોડેલ અમાન્ડાએ કહ્યું કે ”જ્યારે મારા બોયફ્રેન્ડે મને માદક કપડાંમાં જોઈ તો તે પાગલ થઈ ગયો હતો. ત્યાર પછી અમે બંને બધુ ભૂલીને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા હતા. અંદાજે પાંચ કલાક સુધી એક પણ બ્રેક વગર સિલસિલો ચાલતો રહ્યો. અમે બંને પસીનાથી પૂરા ભીંજાઈ ગયા હતા. જ્યારે અમે એક બ્રેક માટે રોકાયા તો મેં બોયફ્રેન્ડને પૂછ્યું કે શું તેણે કોઈ દવા લીધી છે? તેનો જવાબ હતો- મેં વિયાગ્રા લીધી છે. ” ત્યાર બાદ બંને ઉંઘવા ચાલ્યા ગયા હતા અને રાત્રે અંદાજે ત્રણ વાગ્યે બોયફ્રેન્ડે તેને ઉંઘમાંથી ફરી જગાડી હતી.

બોયફ્રેન્ડની હાલત જોઈને ડરી ગઈ
અમાન્ડાએ કહ્યું, ”બોયફ્રેન્ડે મને ઉંઘમાંથી જગાડી અને કહ્યું કે ડૉક્ટર પાસે જવું પડશે. કેમ કે તેના પ્રાઈવેટ પાર્ટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. મેં જ્યારે તેના પ્રાઈવેટ પાર્ટને જોયું તો આશ્ચર્ય થયું હતું. તે રીંગણા જેવા આકારનું થઈ ગયું હતું અને એવું લાગતું હતું કે હમણા ફાટી જશે. ત્યાર બાદ અમાન્ડા અને તેનો બોયફ્રેન્ડ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તેને મોર્ફીન આપી, પણ તેનો ખાસ ફાયદો થયો નહીં. ”

ડૉક્ટરની પણ આંખો પહોળી થઈ ગઈ
અમાન્ડાએ કહ્યું કે ”ડોક્ટરને પણ ખૂબ આશ્ચર્ય થયું કે થઈ શું રહ્યું છે. ત્યાર પછી ડોક્ટરે એ સોઈ લીધી અને બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાંથી બ્લડ કાઢ્યું હતું, ત્યાર પછી જ બોયફ્રેન્ડે રાહતનો શ્વાસ લીધો હતો. ”

બ્રેકએપ પહેલાં વધુ એક વખત ટ્ર્રાઈ કર્યો
આ ઘટનાના ત્રણ વર્ષ પછી અમાન્ડાએ પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. વાત એમ છે કે બોયફ્રેન્ડે અમાન્ડાને જણાવ્યું હતું કે તેણે લાંબુ ખેંચવા માટે વિયાગ્રા નહીં પણ એક સ્પેશ્યલ માર્કેટ ડ્રગ લીધું હતું, જે પોજર્ન સ્ટાર ઉપયોગ કરે છે, જેથી ખૂબ લાંબા સમય સુધી કરી શકાય. જોકે સચ્ચાઈ જાણ્યા પછી અમાન્ડા બોયફ્રેન્ડથી નારાજ થઈ નહોતી, પણ તેમણે વધુ એક વખત એ રીતે કર્યું હતું, પણ આ વખતે તેઓ વધુ લાંબા સમય સુધી સંબંધ બાંધી શક્યા નહોતા.

You cannot copy content of this page