મધ્ય પ્રદેશના વિદિશામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં 6 બાળકોની માતાને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો અને તે પોતાના બાળકોને છોડીને પોતાના પ્રેમીની સાથે ભાગી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના પતિનું મોત થઈ ગયું છે અને તે પોતાના માસૂમ બાળકોની સાથે એકલી જ રહેતી હતી.

આ ઘટના વિદિશાના શમશાબાદાના બાઢેર ગામની છે. 30 વર્ષની મહિલા પોતાના પ્રેમીની સાથે બાળકોને છોડીને ભાગી ગઈ હતી. બાળકોના પિતાનું પહેલાં જ મોત થયું હતું. એવામાં હવે માસૂમ બાળકોની સામે મોટું સકંટ આવ્યું છે. મહિલાને પાંચ છોકરીઓ અને એક છોકરો છે. પોલીસમાં મહિલાની ગૂમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહિલાની નણંદે પોલીસને ભાભીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવાની માંગ કરી છે. નણંદનું કહેવુ છે કે, તેના ભાઈનું પાણી ટાંકીમાં પડી જવાથી મોત નિપજ્યું હતું. તેના 15 લાખ રૂપિયાનું વળતર મળવાનું છે. તેની ભાભી પોતાના 6 બાળકોને છોડીને પાડોશમાં રહેનાર યુવક સાથે ભાગી ગઈ હતી. આ માટે અમે ઈચ્છીએ છીએ કે તે વળતરના રૂપિયા તેની ભાભીને ના મળે.

You cannot copy content of this page