Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
28 વર્ષના યુવાને અને 67 વર્ષની મહિલા વચ્ચે મળી ગઈ આંખ, લિવ-ઈનમાં રહેવા નોટરી કરાવવા પહોંચ્યા - DEAR GUJARAT

મુરૈન જિલ્લાના કૈલારસના રહેવાસી એક 67 વર્ષની મહિલાને 28 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. કપલ લિવ ઈનમાં રહેવા માંગતું હતું જેના માટે બન્નેએ ગ્વાલિયરની કોર્ટમાં પહોંચ્યું હતું અને નોટરી કરાવી હતી. હાલ આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

સાચા પ્રેમ કરવાવાળા માટે ઉંમરનું કોઈ બંધન હોતું નથી. આ વાત તમે ઘણીવાર સાંભળી હશે પરંતુ અસલ જિંદગીમાં પણ ઘણાં પ્રેમી ઉંમરના બંધનોને પાછળ છોડીને પ્રેમમાં આગળ વધે છે. આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં જોવા મળ્યો છે. જોકે મુરૈના જિલ્લામાં રહેનાર 67 વર્ષની રામકલીને 28 વર્ષના યુવક સાથે પ્રેમ થઈ ગયો છે અને બન્ને હવે લિવ ઈન રિલેશનમાં રહેવા માંગે છે. મહિલા અને યુવક બન્ને એક બીજાને પ્રેમ કરે છે પરંતુ તે લગ્ન કરવા માંગતા નથી. બન્નેએ લિવ ઈન રિલેશનને માન્યતા આપવા માટે ગ્લાવિયર કોર્ટ જિલ્લામાં નોટરી રજુ કરી છે.

 

એડવોકેટ દિલીપ અવસ્થીએ જણાવ્યું કે, કપલ મુરૈના જિલ્લાના કૈલારસનું રહેવાસી છે. 67 વર્ષની રામકલી અને 28 વર્ષનો ભોલુ એક બીજાને પ્રેમ કરે છે અને એક બીજાની સાથે રહેવા માંગે છે પરંતુ લગ્ન કરવા માંગતા નથી. લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ કોઈ વિવાદ ના થાય એ માટે બન્નેએ નોટરી કરાવી છે.

કપલ ગ્વાલિયરના જિલ્લા કોર્ટમાં પહોંચ્યું હતું જ્યાં તેમણે લિવ ઈન રિલેશનમાં રહેવા માટે પોતાનો દસ્તાવેજ સાથે લઈ ગયા અને નોટરી કરાવી હતી. તે બન્ને જણાવ્યું કે, લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ના થાય તે માટે દસ્તાવેજોની સાથે નોટરી કરાવવા માટે આવ્યા છે. વકીલ પ્રદીપ અવસ્થીએ જણાવ્યું કે, આ કપલ વિવાદોથી બચવા માટે લિવ ઈન રિલશનની નોટરી કરાવી છે પરંતુ કાયદાકીય રૂપમાં આવા દસ્તાવેજો માન્ય નથી.

You cannot copy content of this page