Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ગુજરાતના શહીદ જવાનનો પાર્થિવદેહ માદરે વતન લવાતા ભારે ગમગીની છવાઈ: ગામ શોકમાં ડૂબ્યું - DEAR GUJARAT

ગુજરાતના જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડનું જમ્મુ કાશ્મીર ખાતે શહિદ થયા હતા જેમનો પાર્થિવદેહ આજે માદરે વતન લાવવામાં આવ્યું હતો તે દરમિયાન આખું ગામ હિબકે ચઢ્યું હતું. આજે જવાનની અંતિમયાત્રા નિકળી હતી તે દરમિયાન આખું ગામ ભીની આંખે અંતિમયાત્રામાં જોડાયું હતું. સમાજના આગેવાનો જવાનને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યો હતો તે દરમિયાન આ જવાન શહીદ થયો હતો. શહીદ થતાં આજ જવાનનો પાર્થિવદેહ પોતાના માદરે વતન લવાતાં ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. શહીદ જવાનનો પરિવાર પાર્થિવદેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો હતો અને શહીદ જવાનની અંતિમયાત્રામાં આખું ગામ જોડાયો હતો.

શહીદ જવાનના પાર્થિવ દેહને માદરે વતન લાવતાં મેમદપુર ગામમાં શોકની લાગણી જોવા મળી હતી. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગામના લોકોએ ‘જય જવાન’ના નારા લગાવ્યા હતાં.

શહીદ જવાનની અંતિમયાત્રા બાદ ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઈ પણ માં ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે, દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે.

વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગામમાં આજે શોકની લાગણી છવાયેલી છે. શહીદ જવાનના પાર્થિવ દેહને અંતિમયાત્રા નિકળતાં જ સમગ્ર ગામ શોક જોવા મળ્યો હતો. આજે ગામના લોકો બંધ પાળીને વિર શહિદને શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ જવાનના પિતા પણ ફોજમાં હતા અને એમના બે ભાઈઓ પણ ફોજમાં છે. એટલે પરિવાર ત્રણ દીકરા અને પિતા એમ ચાર જવાન દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઉગતા યુવાન હતા તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.

You cannot copy content of this page