Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
સ્મશાનમાં વર્ષોથી 3 મહિલાઓ ફરજ બજાવે છે, સમાજને અનોખી રાહ ચીંધે છે - DEAR GUJARAT

જામનગર શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ આદર્શ સ્મશાન ગૃહ અનેક રીતે આદર્શ રૂપી છે. જામનગર શહેરનું જોવાલાયક સ્થળમાનું એક છે જે સ્મશાનમાં મોટાભાગે સ્ત્રીઓ જવાનું પસંદ કરતી નથી ત્યાં જ ત્રણ સ્ત્રીઓ કામ કરે છે જે સમાજને અનોખી રાહ ચીંધે છે. સ્ત્રીઓ મોટાભાગે સ્મશાન યાત્રામાં પણ જોડાતી નથી ત્યાં વળી સ્મશાનમાં નોકરી કરવાની તો વાત જ ક્યાંથી રહી? પરંતુ જામનગરના આદર્શ સ્મશાનમાં ત્રણ સ્ત્રીઓ કામ કરે છે જેમાંથી એક ઓફિસ વર્ક સંભાળે છે, બીજી લાકડાની અગ્નિદાહનું ફર્નેશ સફાઈનું કામ કરે છે તે સોનાબેને ભાસ્કરને જણાવ્યું હતું કે, વર્ષો તેઓ કામ કરે છે જેના કારણે તેના પરિવારનું ગુજરાન ચાલે છે.

કોઈપણ પ્રકારનો છોછનો અનુભવ થતો નથી
આ કામ કરવામાં તેને સંતોષ મળે છે અને કોઈપણ પ્રકારનો છોછનો અનુભવ થતો નથી. ત્રીજી મહિલા ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સાફ-સફાઈમાં લાગી છે. સ્મશાનમાં કામ કરતી મહિલાઓ આદર્શ સ્મશાનની આદર્શ મહિલાઓ છે. સ્મશાનમાં કામ કરતી મહિલાઓ અન્ય મહિલાઓ માટે આદર્શ સમાન છે, જે કોઇપણ કાર્યને નાનું માનતી નથી.

જામનગરનું સ્મશાન આદર્શ સ્મશાન
જ્યારે સ્મશાન એટલે ગામના છેવાડે અને વન વગડામાં આવેલું સ્થળ ગણવામાં આવતું હતું ત્યારે જામનગર શહેરમાં આદર્શ સ્મશાનનું નિર્માણ થયું જેમાં બાગ-બગીચા, ભીંત પર આખી રામાયણ તેમજ દેવી-દેવતાઓ, સંતોની અનેક મૂર્તિઓ, જીવનચક્ર, ભારતનો પથ્થરથી બનેલો નકશો વગેરેથી સ્મશાન વર્ષો પહેલાથી જોવાલાયક સ્થળોમાં સ્થાન પામ્યું હતું. લોકો દૂર-દૂરથી જામનગરનું સ્મશાન જોવા આવતા હતા.

  • સ્મશાનમાં ઘણા સમયથી કામ કરતી વૈશાલીબેન સ્મશાનની તમામ કાગળોની વિધિમાં જોતરાઈ રહેલી છે તે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ તથા કાગળો બનાવે છે. શ્વાતિબેન સોનૈયા
  • સ્મશાનમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતી રાનીબેન ઈલેક્ટ્રીક સ્મશાનની ફર્નેશ તથા અંદરનો એરિયો સાફ-સફાઈ કરવાની જવાબદારી સંભાળી રહી છે. રાનીબેન વડેરા

You cannot copy content of this page