Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
મહિને દોઢ લાખ પગાર છતાં સાઈકલમાં ફરતાં આ ભાઈની કહાની વાંચી તમે વિચારતા થઈ જશો - DEAR GUJARAT

અમદાવાદ: ઘણા લોકો ગમે તેટલા આગળ વધી જાય પણ શાલીનતા અને સેવા ભાવ નથી છોડતા. આનું ઉત્તમ ઉદાહરણ એટલે અમૃતભાઈ પટેલ . તમને જાણીને નવાઈ લાગશે પણ આ હકીકત છે. મહિને પોણા બે લાખ રૂપિયા પગાર હોવા છતાં તેઓ સાઈકલમાં જ ફરે છે અને તેઓ દર મહિને આવતાં પગારમાંથી મોટાભાગનો હિસ્સો સ્ટુડન્ટને મદદ થવામાં ખર્ચે છે. એટલું જ નહીં તેમના પત્ની ઘરે સિવણકામ કરીને બચત કરે છે, જેથી પતિના પગારમાંથી વધુને વધુ રૂપિયા સેવા કાર્યમાં વાપરી શકાય.

અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને પગાર સેવા કાર્યમાં ખર્ચે છે
માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની અને હાલ અમદાવાદના નિકોલમાં રહેતા અમૃતભાઈ રેલવેમાં પાઈલોટની નોકરી કરે છે અને તેમનો મહિને અંદાજે 1,75,000 રૂપિયા પગાર છે. આટલો ઉંચો પગાર છતાં તેમનું સાદગીભર્યું જીવન માન્યામાં ન આવે એવું છે. તેઓ છેલ્લા 33 વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એટલે પોતાના અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને તેમજ સાદગીપૂર્ણ જીવન જીવીને બીજા માટે બચત કરે છે. પોણા બે લાખનો માસિક પગાર હોવા છતાં ઘરથી 8 કિમી દૂર ઓફિસ જવા-આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. પોસાય એમ હોવા છતાં પણ ફોર વ્હીલર લીધી નથી જેથી બચેલી રકમનો ઉપયોગ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરી શકાય.

અમૃતભાઈની મદદ મેળવનાર સ્ટુડન્ટમાંથી કોઈ ડોક્ટર બન્યાં તો કોઈ એન્જિનિયર
અમદાવાદમાં રહેતા અમૃતભાઈએ અત્યાર સુધીમાં નાત-જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે. એમની મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જિનિયર થયા છે. કોઈને લેપટોપ લઈ આપ્યા છે તો કોઈની ભણવાની ફી ભરી આપી છે. કોઈને ભણવા માટે દેશની બહાર પણ મોકલ્યા છે તો વળી કોઈને પોતાના ઘરે રાખીને પણ ભણાવ્યા છે. પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન.

અમૃતભાઈનો દીકરી ડોક્ટર અને દીકરી ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ છે
અમદાવાદના નિકોલ ખાતે રહેતા અમૃતભાઈ પટેલના ધર્મપત્ની તરુલતાબેન પણ પતિના આ સેવાકીય કાર્યમાં પૂરતો સહયોગ આપે છે. ઘરખર્ચ માટે પતિના પગારનો ઓછો ઉપયોગ કરવો પડે એટલે તરુલતાબેન સિલાઈ કામ કરીને થોડી કમાણી કરે જેથી પગારની આવક બચાવી શકાય. પરમાત્મા પણ આવા પરમાર્થી માણસોના પડખે ઉભા રહેતા હોય છે. અમૃતભાઈ અને તરૂલતાબેનના બંને સંતાનો પણ ડાહ્યા અને હોંશિયાર છે. દીકરી એમએસસી એગ્રીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે તો દીકરો અત્યારે આયુર્વેદ ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યો છે.

સમાજ પાસે ઋણ લીધું છે તેને અદા કરવું છે
અમૃતભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતા હીરાભાઈ નાના ઉભરાથી માઈગ્રેટથી હીરાપુરા ગયા ત્યાંથી માઈગ્રેટ થઈને ઝાલાસર ગયા હતા. તે સમયે 1983માં મારા પિતાનો માસિક પગાર રૂ. 175 હતો. મારો વિદ્યાનગરનો ખર્ચ માસિક 600 હતો. મારા પિતાની સ્થિતિ નબળી હતી, ત્યારે મારા આજુબાજુના ભણતા હતા અને સર્વિસ કરતા હતા તેમણે ફંડફાળો એકઠો કરી મને ભણવામાં મદદરૂપ બન્યા હતા. એમના કારણે આ સ્થાને પહોંચી શક્યો છું. સમાજ ગરીબ વ્યક્તિને મદદ કરે તો મારી જેમ ઘણાબધા લોકો આગળ આવી શકે અને સમાજને મદદરૂપ બની શકે છે.સમાજ પાસે ઋણ લીધું હોય તો સમાજને અદા કરવું જોઈએ.

ખૂબ ગરીબીમાં વિત્યું છે બાળપણ
અમૃતભાઈ પટેલ માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની છે. એમના પિતા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અમૃતભાઈ ભણવામાં હોશિયાર હતા. આગળના અભ્યાસ માટે વલ્લભ વિદ્યાનગર જવું હતું પણ મોટી મૂંઝવણ એ હતી કે રહેવા-જમવા અને ભણવાના ખર્ચની વ્યવસ્થા કેમ કરવી ? પિતાની મજૂરીની આવકમાંથી ખર્ચો નીકળી શકે તેમ ન હતો. આવા સમયે ગામના લોકો અમૃતભાઈની મદદે આવ્યા. ગામના અમુક લોકોએ સાથે મળીને એના અભ્યાસનો ખર્ચ ઉપાડી લીધો. બસ તે જ દિવસથી અમૃતભાઈએ સંકલ્પ કર્યો કે, હું લોકોની મદદથી આગળ અભ્યાસ કરવાનું મારું સપનું પૂરું કરી શક્યો તો હવે જ્યારે હું કમાતો થાવ ત્યારે મારે આગળ અભ્યાસ કરવાના અન્ય વિદ્યાર્થીઓના સપનાઓ પુરા કરવા છે.

You cannot copy content of this page