Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
પતિને નહોતો સમય, પત્નીએ અન્ય યુવક સાથે ચલાવ્યું ચક્કર અને પછી... - DEAR GUJARAT

આજની ઝડપી અને સતત વ્યસ્ત જિંદગીના કારણે પતિ-પત્ની એકબીજાને સમય નથી આપી શકતા. જેની અસર તેમના દાંપત્યજીવન પર પડે છે. નોકરી અને ઘરની જવાબદારીના કારણે પતિ પત્નીને સમય આપી શકતો ન હોવાથી પત્નીને ઘરમાં એકલતાનો અનુભવ થતો હતો. પતિ સમય ન આપી શકતા પત્ની તેના જુના મિત્ર સાથે ફરી મિત્રતા કરી તેની સાથે વાતો અને ફરવા જતી હતી. ગાઢ મિત્રતા થઈ જતા બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. પત્ની મને સાસુ-સસરા હેરાન કરે છે તેવું બહાનું કાઢીને ઘરેથી ભાગી ગઈ હતી. જાગૃત વ્યક્તિએ મહિલા હેલ્પલાઇન અભયમ 181ની ટીમને જાણ કરતા એસટી બસ સ્ટેન્ડ પર પહોંચી ટીમે પતિ- પત્નીનું કાઉન્સેલીંગ કરતા પતિને પોતાની ભુલ સમજાઈ હતી.

ભૂલ સમજાતાં પતિએ પત્નીની માંફી માંગી હતી
હેલ્પલાઈનની ઉપસ્થિતિમાં પત્નીએ પણ તેમના મિત્ર સાથે સંબંધ ન રાખવા બાંહેધરી આપી હતી. પતિએ પત્નીની માંફી માંગી હતી અને ફરી વખત પત્નીને ઘરમાં એકતાનો અનુભવ નહીં થાય તથા તેને પણ સમય આપવાની બાહેધરી આપી હતી. આ રીતે અભયમની ટીમે એક પરીવારનો ઘરસંસાર તૂટતો બચાવી લીધો હતો. અમદાવાદ શહેરના એક વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમને ફોન આવ્યો હતો કે સાસુ સસરા હેરાન કરતા હોવાથી મહિલા ઘરેથી નિકળી ગઈ છે અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર છે. ઘરે પરત જવા માટે તૈયાર થતી નથી જેથી તેને સમજાવવા માટે આવો.

પતિ કામધંધો કરવામાં પત્નીને સમય નહોતો આપતો
અભયમની ઘટના સ્થળે પહોંચીને મહિલાની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતુ કે પતિ કામધંધો કરવામાં ધ્યાન આપતા હોવાથી પત્નીને સમય આપી શકતો ન હતો.જેથી પત્નીને ઘરમાં એકલાપણું લાગતુ હતુ. એટલું જ નહીં પતિ પત્ની સાથે સમય પસાર કરતો પણ ન હતો, ક્યાય ફરવા પણ લઈ જતો ન હતો. મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો જેની સાથે તેઓએ ફરી વાત કરવાની શરૂ કરી. આખો દિવસ તેની સાથે વાત કરી દિવસ પસાર કરવા લાવ્યા હતા અને ગાઢ મિત્રતા થતા તેઓ એકબીજા સાથે ફરવા પણ જતા હતા.બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેથી પત્ની સાસુ સસરા હેરાન કરે છે તેવુ જણાવીને ઘરેથી નિકળી ગઈ હતી.

હેલ્પલાઈનની ટીમે પતિનું કાઉન્સેલીંગ કર્યું હતુ
જો કે મોબાઈલ તપાસ કરતા તેમાં કોલ રેકોડીંગ સાંભળતા લગ્નના 5 વર્ષ બાદ પણ પતિ ઘર અને નોકરીની જવાબદારીના લીધે મહિલાને સમય આપી શકતા ન હતા તેવું જાણવા મળ્યું હતુ. જેથી હેલ્પલાઇનની ટીમે પત્નીને સાંત્વના આપીને તેના પતિને બોલાવ્યો હતો. બાદમાં તેના પતિનું કાઉન્સેલીંગ કર્યું હતુ. જેથી પતિને પોતાની ભુલ સમજાતા તેણે પત્નીની માફી માંગી હતી અને હવે ફરી વખત આવુ ક્યારે નહીં થાય તેવી બાહેધરી આપી હતી. તો બીજી બાજુ પત્નીનું પણ કાઉન્સેલીંગ કરીને મિત્ર સાથે સંબંધો મૂકી દેવાનું જણાવ્યું હતું.

You cannot copy content of this page