Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
વાવમાંથી આપોઆપ ઇઢોંણી સાથે બેડું બહાર આવ્યું, ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવાયા - DEAR GUJARAT

ગુજરાતના વઢવાણ તાલુકાના બલદાણા ગામે 800 વર્ષ જૂની પ્રાચિન ઐતિહાસિક હોલમાતાની વાવ આવેલી છે. જ્યાં વાવમાંથી પાણી ભરેલા બેડું બહાર આવ્યું હતું જેને આ જૂની પરંપરા માનવામાં આવે છે. આ પરંપરા મુજબ અંદાજે ચાર વર્ષે પાણી ભરેલા વાસણો વાવના પાણીમાંથી બહાર આવે છે. ત્યારે ગુરૂવારે સ્ટીલની બોઘણી બહાર આવી હતી. પરંપરા પ્રમાણે, ગામના લોકોએ ઢોલ-નગારા સાથે બોઘણીને વધાવી લીધી હતી અને નિવૈધ કરીને મહાપ્રદાનનો લાભ લીધો હતો. મહત્વની વાત એ છે કે, વઢવાણ વિસ્તારમાં 999 વાવો આવેલી છે જે દરેક વાવ ઐતિહાસિક પરંપરા માનવામાં આવે છે.

વઢવાણ તાલુકાના બલદાણા ગામે આવેલી હોલમાતાની વાવ અનોખી ઐતિહાસિકતા અને પરંપરા માનવામાં આવે છે. આ હોલમાતા મંદિરની નજીક આવેલી હોલવાવ જે 800 વર્ષ જૂની છે તેવુ સ્થાનિક લોકોનું કહેવું છે.

વાવમાંથી દર ત્રણથી ચાર વર્ષે વાવમાં પડી ગયેલા વાસણો પૈકી કોઈ એક વાસણ પાણીમાંથી એની જાતે બહાર આવે છે તેવી પરંપરા માનવામાં આવી રહી છે. વાવમાંથી જ્યારે વાસણો બહાર આવે છે ત્યારે ગામના લોકો તેને માતાજીની પ્રસાદી સમજે છે અને તે દિવસે ગામના દરેક લોકોના ઘરમાં લાપસીના નિવૈધ ધરાવવામાં આવે છે.

વર્ષ 2018માં વૈશાખ સુદ પૂનમે આ વાવમાંથી ઈંઢોણી સાથે બેડુ બહાર આવ્યું હતું. આ અંગે બોલદાણાના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરૂભાએ જણાવ્યું હતું કે, હોલ માતાએ અમારા ગામના દેવી છે અને આજે પણ ગામના લોકો અપાર આસ્થા છે. દુષ્કાળના સમયમાં પણ આ વાવમાં પાણી રહી છે જે ગામના લોકો ઘણો ઉપયોગી થાય છે. વાવના પાણીમાં બોઘાણું બહાર આવતાં ગામના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો અને ઢો નગારા સાથે ગામના લોકો દેવીને નિવૈઘ ધરાવ્યા હતાં.

ગામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, વાવ કે કુવામાં પાણીના વહેણ બદલાતો રહે છે. આંતરિક ફેરફારો અંદર થતાં આ ઘટના સર્જાય હોવાનુ જાણવા મળ્યું છે. જેમાં માટીના કે સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવતા હોય છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. આ ઘટના વિજ્ઞાન, શ્રદ્ધા-ધર્મનો સમન્વય થયેલો બતાવે છે.

વાવના પાણીમાંથી બહાર આવેલા વાસણો જનારે જણાવ્યું હતું કે, મારું ઘર વાવની સામે જ આવેલું છે. ત્યાર ગુરૂવારે નાના છોકરાઓ મારી પાસે આવીને કહ્યું કે, વાવનું પાણી ઘુમરાવે ચડ્યું છે. આ સાંભળતાં જ હું ત્યાં દોડીને પહોંચી ગયો હતો ત્યાર બાદ પાણીમાં બોઘાણું બહાર આવ્યું તે મારી નજરે જોયું હતું.

You cannot copy content of this page