Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
72 વર્ષની ઉંમરમાં 20 વર્ષની યુવતી જેવી દેખાય છે આ બ્યુટી, ફ્રેન્ડશીપ કરવા યુવાનોની લાગે છે લાઈન - DEAR GUJARAT

યંગ દેખાવા માટે લોકો ઘણા ઉપાય કરતા હોય છે. જો કે વધતી ઉંમરની સાથે પોતાની જાતને એટ્રેક્ટિવ રાખવી મુશ્કેલ છે. પરંતુ જાણીતી ફેશન ડિઝાઈનર વેરા વાંગને જોઈને એવું જરાય લાગતું નથી. તે 72 વર્ષની ઉંમરમાં પણ 20-22 વર્ષની છોકરી જેવી લાગે છે. તેણે હાલમાં જો પોતાનો 72મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે.

હોલિવૂડમાં જાણીતી છે વેરા વાંગ
વેરા વાંગ હોલિવૂડની જાણીતી ફેશન ડિઝાઈનર છે. પરંતુ પોતાની ઉંમર અને લુક્સના કારણે તે દુનિયાભરમાં પ્રખ્યા છે. તેણે ઘણી હોલિવૂડ ફિલ્મો માટે ડ્રેસિસ ડિઝાઈન કર્યા છે. વેરાની બર્થ ડે કેક આઈસ ડોલના શેપમાં હતી, જેમાં ચોપિન વોડકા અને પ્રોસેકોની બોટલો હતી.

વાઈનની થીમ પર બર્થ ડે પાર્ટી
ફેશન ડિઝાઈનર વેરા વાંગે 27 જૂનના રોજ અમેરિકામાં ન્યૂયોર્કમાં પોતાનો 72મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ બર્થ ડે પાર્ટીની થીમ પ્રોસેકો રાખવામાં આવી હતી. ‘પ્રોસેકો’ એક પ્રખ્યાત વાઈન છે, જેનો સ્વાદ જેમ વર્ષો વીતે તેમ વધતો જાય છે. તેની ઉંમરની સાથે આ થીમ ઘણી ફિટ થતી હતી.

વાંગની સુંદર ડ્રેસની ઘણી પ્રશંસા થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર, વેરા વાંગેતેણે આ પાર્ટીમાં માત્ર 60 મિત્રોને આમંત્રણ આપ્યું હતું. તેણે નિયોન ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં તે સુંદર દેખાતી હતી. દરેક કોઈ તેના આ લુકથી અચંબિત થઈ ગયા હતા. તે 72 વર્ષની ઉંમરમાં પણ 20-22 વર્ષની યુવતી જેવી દેખાઈ છે.

બર્થડે પાર્ટીમાં વેરા વાંગ પોતાની સુંદરતા બતાવતી જોવા મળી હતી. તે પોતાની ફેશન બ્રાન્ડ ચલાવે છે અને તેના માટે મોડેલિંગ પણ કરે છે. તેણે જન્મદિવસની પાર્ટીની તસવીરો શેર કરતા જ, એક યુઝરે વાંગની પ્રશંસા કરી અને કહ્યું કે, ‘તમે તમારી ઉંમર કરતા 50 વર્ષ નાના દેખાઓ છો.’ વેરા વાંગ કોઈ પણ એન્ગલથી 72 વર્ષની લાગતી નથી. તેની ફિટનેસથી લઈને ડ્રેસિંગ સેન્સ, મેકઅપ અને હેરસ્ટાઇલ સુધી તે યુવાન યુવતીઓને પણ માત આપે છે.

વેરા વાંગ એકલી રહે છે. તે પોતાની બ્યુટીનું રહસ્ય જણાવતા કહે છે કે, તે દરરોજ વર્કઆઉટ કરે છે. તેના આ શિડ્યૂલમાં ટ્રેડમિલ પર વોકિંગ, લાઈટ વેટ લિફ્ટિંગ અને સાયકલિંગ સામેલ રહે છે. સાથે તે નિયમિત સારી ઊંઘ અને સમયાંતરે કોકટેલ પીવે છે. તેનું કહેવું છે કે, કસરત દ્વારા તણાવ પણ ઓછો થઈ જાય છે.

You cannot copy content of this page