Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ગળતેશ્વર મહાદેવ પ્રથમ વખત શિખરબદ્ધ બનશે, જીર્ણોદ્ધારની ચાલી રહી છે કામગીરી - DEAR GUJARAT

મહિસાગરના કિનારે આવેલા ઐતિહાસિક ગળતેશ્વર મંદિરમાં પ્રથમ વખત શિખર બનાવવાની કામગીરી ચાલી રહી છે. મંદિર પર શિખર બનાવતા રહેતું ન હોવાની લોકવાયકા છે પરંતુ કોઇએ શિખર બનાવવાનો પ્રયાસ કર્યો ન હતો. હાલમાં પુરાતત્વ વિભાગ દ્વારા આ કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે અને શિખર અંદાજિત 9 ફૂટ સુધી બની ગયું છે.

આગામી એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થતાં જ ઐતિહાસિક મંદિર પ્રથમ વખત શિખરબદ્ધ બનશે. મહાશિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં ગળતેશ્વર મહાદેવ પાસે શિશ ઝૂકાવવા શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોયછે. હાલમાં આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તક છે. જે 12મી સદીનું છે. જોકે લોકવાયકા મુજબ આ મંદિર કૌરવો અને પાંડવોના સમયનું હોવાનું કહેવાય છે.

શિવરાત્રિના મેળામાં હજારો શ્રદ્ધાળુ ઉમટે છે
મંદિરમાં શિવરાત્રિએ ભવ્ય મેળો ભરાય છે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વખતે મેળા અંગે કોઇ ગાઇડ લાઇન નથી. પરંતુ શ્રદ્ધાળુઓ માટે 70થી 80 મણ શક્કરિયા-બટકાના ફરાળનું આયોજન કરવામાં આવે છે.

જીર્ણોદ્ધાર માટે સંતરામ મહારાજે રજૂઆત કરી હતી

  • ગળતેશ્વર મંદિરની ખંડિત અવસ્થાથી વ્યથિત થઇ નડિયાદ સંતરામ મંદિરના ગાદિપતિ રામદાસજી મહારાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી. જેને સ્વીકારી હતી અને મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે.
  • મંદિરનો ઈતિહાસ : ​​​​કુંતલપુર ના રાજકુંવર ચંદ્રહાસે પોતાના ગુરુ ગાલવ ઋષિને તપસ્યા કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે તેને મળેલા શાલિગ્રામ પાસે મંદિરની ઇચ્છા વ્યકત કરી હતી .
  • 10લાખ : શ્રદ્ધાળુઓ દર વર્ષે મંદિરના દર્શનાર્થે અને મહિસ્નાન માટે આવે છે
  • 015 : થી વધુનો સ્ટાફ સતત કામ કરે છે
  • 080 : મણ શિવરાત્રિએ શક્કરિયા-બટાકાના ફરાળની વ્યવસ્થા

You cannot copy content of this page