Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
વાછરડીનો જન્મ થતાં 57 કિલો પેંડાથી ત્રાજવે તોલી પશુપાલકે સગાઓને મીઠું મોઢું કરાવ્યું - DEAR GUJARAT

કુતિયાણાના ઉજ્જડ થેપડા ગામે રહેતા પરિવારનો પશુ પ્રત્યેના અનેરો પ્રેમ જોવા મળ્યો હતો. ગીર ગાયને વાછરડીનો નો જન્મ થતાં જ વાછરડીને ત્રાજવામાં 57 કિલો મીઠાઈથી તોલવામાં આવી હતી. સામાન્ય રીતે એવા અવસરો આપણે જોયા હોઈ કે દીકરો કે દીકરીનો જન્મ થાય તેને સાકર ભારોભાર જોખવામાં આવે અને એ સાકર ગામમાં વહેંચવામાં આવે કે પછી દીકરા દીકરીના જન્મ બાદ પરિવાર દ્વારા પેંડા વેચવામાં આવતા હોય છે પરંતુ કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામે રહેતા પરિવારમાં પશુ પ્રત્યેની અનેરી લાગણી જોવા મળી હતી.

ગંગા નામની ગાયે સુરભિ નામની વાછરડીને જન્મ આપ્યો હતો
થેપડા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ અરભમભાઇ કેશવાલા નામના યુવાનની વાડીએ ગીરગાય જેમનું નામ ગંગા રાખવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા ગંગા નામની ગાયે સુરભિ નામની વાછડી નો જન્મ આપ્યો હતો. વાછરડીને જોઈને પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પરિવારે સુરભી વાછડીને આવકાર આપ્યો હતો અને વાછરડીને 57 કિલો પેંડા થી જોખવામાં આવી હતી. આ પેંડા સબંધીઓને આપીને મીઠું મોઢુ કરાવ્યું હતું.

પોરબંદરનો 7 વર્ષનો બાળક અમદાવાદની ડ્રામા એકેડમીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો
પોરબંદરનો 7 વર્ષનો બાળક અમદાવાદ ખાતે લિટલ કિંગ ઓફ ઇન્ડિયા 2021 બન્યો છે જેની ટેલેન્ટને લીધે આ બાળક અમદાવાદની ડ્રામા એકેડમીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.પોરબંદરમાં રહેતો નિર્મય પરાગભાઈ માંડવીયા નામનો બાળક ડાન્સ અને મોડલિંગ ક્ષેત્રે શોખ ધરાવે છે. તેના આ શોખને પરિવારજનોએ પ્રોત્સાહન પૂરું પાડતા નિર્મય માત્ર 7 વર્ષની ઉંમરે અમદાવાદ ખાતે ડાન્સ અને કેટવોક કરતા આ બાળક લિટલ કિંગ ઓફ ઇન્ડિયા 2021 બન્યો છે. તેની આ સિદ્ધિ ને ધ્યાને લઇ પોરબંદરની એક ફેમિલી શોપ અને એક ચશ્માના શો રૂમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવેલ છે.

ડ્રામા એકેડેમીને પ્રમોટ અને માર્કેટિંગ કરશે આ બાળક તેની પ્રોડક્ટને પ્રમોટ કરી રહ્યો છે. આ ઉપરાંત આ બાળકના બ્રાન્ડિંગ અને માર્કેટિંગ સ્કીલ્સના કારણે અમદાવાદની એક જાણીતી ડ્રામા એકેડમીનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. પોરબંદરનો આ બાળક બ્રાન્ડ એમ્બેસેડર બનતા ડ્રામા એકેડેમીને પ્રમોટ અને માર્કેટિંગ કરશે અને હોર્ડિંગ્સ તેમજ બેનરોમાં આ બાળકના ફોટા પ્રસિદ્ધ થશે. એટલું નહિ વડોદરા ખાતે 4 એપ્રિલના એક ફેશન શો યોજાશે જેમાં પોરબંદરનો નિર્મય ફેશઓફ હેલોવીન બન્યો છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ ફેમ કમલેશ પટેલની સાથે જજ સાથે બેસવાનો મોકો મળ્યો છે. પોરબંદરના આ બાળકની સિદ્ધિને લોકો શુભેરછા આપી બિરદાવી રહ્યા છે.

You cannot copy content of this page