Warning: file_exists(): open_basedir restriction in effect. File(/opt/a2-optimized/wordpress/Optimizations.php) is not within the allowed path(s): (/www/wwwroot/deargujarat.com/:/tmp/) in /www/wwwroot/deargujarat.com/wp-content/plugins/a2-optimized-wp/A2_Optimized_OptionsManager.php on line 22
ભવ્ય મહેલ આજે બની ગયો છે ભૂતિયા, અબજો રૂપિયા થઈ ગયા પાણી - DEAR GUJARAT

લંડનઃ વિશ્વમાં ઘણી એવી સંપત્તિ છે જેમની ચર્ચા તમામ દેશોમાં થતી જોવા મળે છે. આ સ્થળોની વૈભવતા અને અન્ય કારણો આવી સંપત્તિઓને ચર્ચામાં રાખે છે. જોકે અમુક સ્થળો વિચિત્ર કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. જેમાં યુકેનો વૈભવી મહેલ પણ સામેલ છે. આ વિરાન મહેલ યુકેની રાણીના ઘર બકિંઘમ પેલેસ કરતા પણ મોટો છે. પરંતુ આજના સમયમાં તેને ભૂલી જવામા આવ્યું છે. તેના વિશેની અફવાહોને કારણે લોકોએ આ વૈભવી મહેલને ખંડર બનવા છોડી દીધો અને આજે પણ ત્યાં કોઈ જવા માગતુ નથી.

એક એહવાલ અનુસાર, આ મહેલમાં આજે જંગલી વૃક્ષો ઉગી નીકળ્યા છે. તેને ઈસ્ટ સસેક્સના ખફીલ્ડમાં બનાવવામાં આવ્યો છે. તેનું નિર્માણ કાર્ય 1985માં શરૂ થયું હતું. યુકેના ઈતિહાસમાં આ સૌથીમોંઘુ ઘર છે પરંતુ તે આજે ખંડર બની ગયું છે. તેની ડિઝાઈન મલ્ટી-મિલિયોનેર નિકોલસ વન હ્યૂગ્સટ્રાટેને કરી હતી.

પરંતુ આ મહેલને સંપૂર્ણ રીતે બનાવી શકાયો નહીં. તેનું કારણ એક અફવાહ છે. નિર્માણ કામ શરૂ થયા બાદથી અફવાહો ઉડવા લાગી કે અધનિર્મિત મહેલમાં ભૂતોએ ડેરો જમાવ્યો છે. જે પછી મહેલને ઘોસ્ટ હાઉસ ઓફ સસેક્સ તરીકે ઓળખવામા આવે છે. આ સ્થળે ઘણા ઓછા લોકો જ જઈ શક્યા છે.

આ ભૂતિયા મહેલની સૌથી નજીક જવું તેના એન્ટ્રેસ ગેટને માનવામા આવે છે. તેની અંદર જવાની હિંમત કોઈ કરતુ નથી. વર્ષ 2000માં છેલ્લે એક રિપોર્ટર અંદર ગયો હતો. તેણે જણાવ્યું કે, અંદર એક રિસેપ્સન હોલ છે, જ્યાંથી સીઢીઓ ઉપર તરફ જાય છે.

આ સાથે અમુક લિફ્ટ્સ પણ છે, આ સાથે અંદર ઘણા પિલર્સ લાગેલા છે અને તેમાં મોંઘા પથ્થર જોવા મળે છે. મહેલ અંગે એવું કહેવાય છે કે તેની છત નબળી પડી ગઈ છે તેથી તે ગમે ત્યારે પડી શકે છે.

જોકે મહેલ ડિઝાઈન કરનાર 75 વર્ષીય નિકોલસે જણાવ્યું કે, આ મહેલ એટલી મજબૂતી સાથે તૈયાર કરાયો હતો કે 2 હજાર વર્ષ સુધી તેને કંઈ નહીં થાય. આટલી મોંઘી પ્રોપર્ટીને માત્ર એક અફવાહે બરબાદ કરી નાખી. આ મહેલની ઘણી તસવીરો સેટેલાઈટ થકી લેવામાં આવી હતી. કારણ કે, ત્યાં નજીક જવાની હિંમત પણ લોકો કરતા નથી.

You cannot copy content of this page